ઓનલાઇન આઇડી પર જુગાર રમતા પંટરો પકડાય છે, બુકીઓને કોની ઢાલ…?

ઓનલાઇન આઇડી પર જુગાર રમતા પંટરો પકડાય છે, બુકીઓને કોની ઢાલ…?
ઓનલાઇન આઇડી પર જુગાર રમતા પંટરો પકડાય છે, બુકીઓને કોની ઢાલ…?
રાજકોટ સહિત રાજ્યભરમાં હજુ પણ નામચીન બુકીઓએ પોતાનું નેટર્વક બનાવેલું છે. ઉપરાંત રાજકોટે ક્યારેય જેની કલ્પના કરી નહોતી તેવા તોડકાંડ અને દારૂકાંડે બે મહિનાની અંદર પોલીસની સાથે સાથે શહેરને પણ બદનામ કરી દીધું છે. જો કે આ ઘટનાઓ બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પોલીસ તંત્રમાં આમૂલ પરિવર્તન આણવા માટે મથામણ પણ કરી રહ્યા છે. આઇપીએલ તો પુર્ણ થઇ ગયો પણ બાકીના રમાતા મેચોમાં ક્રિકેટરસિકોનો રોમાંચમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. જો કે કંઈ ટીમ જીતે અને કંઈ ટીમ હારે છે તેમાં રસ ન રાખી તેના પર પૈસા કમાઈ લેવાની લ્હાય ધરાવતાં સટોડિયા પણ એટલી જ હદે કાર્યરત થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા ઘણા સમયથી સટ્ટા નેટવર્ક ઉપર પોલીસની કામગીરી જોતાં એવો સવાલ ઉઠ્યા વગર રહેતો જ નથી કે શું રાજકોટમાં ક્રિકેટ સટ્ટો બંધ થઈ ગયો છે કે પછી પોલીસ ઢીલી પડી ગઈ છે ? આ સવાલ એટલા માટે ઉઠવો વ્યાજબી છે કેમ કે શહેરમાં સટ્ટો રમાય છે વધુ તેની સામે બુકીઓ અને પંટરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પકડાઈ રહ્યા છે !! તેમા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબો કરી બેઠેલા બુકીના પંટરો પકડાય છે પણ બુકીઓને કોઇની ઢાલ મળી જાય છે. બુકીઓ આઇડીમાં પણ કરોડોનો વહીવટ કરવામાં આવતા હોવાથી વાત પણ જાહેર હોવા છતાં પોલીસ તેનો વાળ વાકોં કરી શકી તેમ નથી. એવી પણ ચર્ચાઓ થાય છે બીજી બાજુ બુકીબજારમાં સંભળાતી વિગતો પ્રમાણે પોલીસની ધોંસને કારણે ટેલિફોનથી ચાલતો સટ્ટો ઘણો ઘટી ગયો છે અને ક્યાંક ક્યાંક ચાલી રહ્યો છે તે પણ ભારે ડર વચ્ચે રમાઈ રહ્યો છે પરંતુ આઈડી થકી સટ્ટો ખેલવાનું હજુ પણ ધમધોકાર ચાલી રહ્યું છે.

Read About Weather here

પોલીસના માનીતા બુકીઓ હોવાથી તેનો પંટર કે તે હાથમાં આવતો નથી અને પોલીસ પણ અનેક વખત પંટરોને પકડે છે પણ ઉપરના બુકીના નામ ખુલ્લા પાડી શકતી નથી હવે તેમાં તેની શું મજબુરી હોય તે તો હવે તે જ જાણે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. આગામી દિવસોમાં જો અહીંની લોકલ પોલીસ કાર્યવાહી નહીં કરે અને જો સ્ટેટ વિજલન્સની ટીમને તેની ગંધ આવશે અને ઓંચિતાની રેડ પાડી બુકીઓને ઝડપશે તો ફરી પાછી પોલીસની આબરૂ જશે તે વાતમાં કોઇ શંકા ગણી શકાય નહીં! હજુ પોલીસ પાસે તક છે અને પોલીસ જ જાણે જ છે કે કયો બુકી ક્યાં છે અને શું કામ કરે છે તો તેને અટકાવવો પણ સહેલો જ છે તો પુરી નિષ્ઠા સાથે પોલીસે કામગીરી કરીને બુકીઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવવો જોઇએ તેવુ લોકોમાં ચચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here