ઓક્સિજન અને દવાઓનો સ્ટોક રાખવા કેન્દ્રની તાકીદ

ઓક્સિજન અને દવાઓનો સ્ટોક રાખવા કેન્દ્રની તાકીદ
ઓક્સિજન અને દવાઓનો સ્ટોક રાખવા કેન્દ્રની તાકીદ

મુંબઈ અને મહારાષ્ટ્રમાં કેસો ઘટી રહ્યાનાં ખુશખબર

કોરોના અને ઓમિક્રોનનાં ત્રીજાવેવનો સામનો કરવા માટે તમામ પ્રકારનાં મેડિકલ સાધન સરંજામ અને દવાઓની પુરતી ઉપલબ્ધી પર કેન્દ્ર સરકારે ભાર મુક્યો છે.
કેન્દ્રનાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને પત્ર પાઠવી મેડિકલ ઓક્સિજન, દવાઓ વગેરેનાં સ્ટોક માટે તાકીદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં ઓમિક્રોનનાં એક્ટીવ કેસ અત્યારે 955319 નાં આંકડા પર પહોંચી ગયા છે. જે ત્રીજોવેવ શરૂ થયા પછીનો સૌથી મોટો આંક છે. વધુ 442 દર્દીઓનાં મોત સાથે દેશમાં કોરોનાથી અત્યાર સુધી થયેલા મૃત્યુનો કુલ આંક 4,84,655 થઇ ગયો છે. દૈનિક પોઝિટિવીટી આંક સરેરાશ 11.5 ટકા રહ્યો છે.

દરમ્યાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કેસોમાં ઘટાડો થયાનું નોંધાયું છે. છતાં મુંબઈનાં મેયરે લોકોને માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવા અને વેક્સિન લેતા રહેવાની તાકીદ કરી છે. મુંબઈમાં મંગળવારે ઓછા કેસો નોંધાતા આશા જાગી છે.

. Read About Weather here

ગઈકાલનાં પ્રમાણમાં 18 ટકા ઓછા કોરોના કેસ નોંધાયા હતા. એટલે નિષ્ણાંતો માને છે કે, રાજ્યમાં મહામારી ઓસરી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here