એસ.ટી. નિગમના ઈતિહાસમાં દાહોદ એસ.ટી. ડેપોની વિક્રમી આવક

એસ.ટી. નિગમના ઈતિહાસમાં દાહોદ એસ.ટી. ડેપોની વિક્રમી આવક
એસ.ટી. નિગમના ઈતિહાસમાં દાહોદ એસ.ટી. ડેપોની વિક્રમી આવક

લોકડાઉંન બાદ બીજી લહેર પછી રાજ્યભરમાં પૂર્વવત વાતાવરણ થઈ રહ્યું છે ત્યારે પંચમહાલના આદિવાસી પછાત વિસ્તારમાં દાહોદ ડેપોએ વિક્રમી આવક પ્રાપ્ત કરી આખા રાજ્યમાં લગભગ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 42 હજારથી વધુ મુસાફરોની એક દિવસમાં હેરફેર થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત તા. 27મીએ એસ.ટી.ના કેશિયર વિભાગે એસબીઆઈમાં સવારે 17.50 લાખ અને બપોર બાદ 18.70 લાખ જેટલી માતબર રકમ જમા કરાવી અદભુત સફળતા હાંસલ કરી છે.

રાજ્યભરમાં ધંધા કામ મજૂરી અર્થે જતા પંચમહાલના આદિવાસીઓ માટે ડેપો મેનેજર જીગ્નેશ બુચ અને ડ્રાંઇવર ક્ધડકટર મિકેનિક- 42 ના સ્ટાફે ડેપો મેનેજરને સંગઠિત થઈને ભરપૂર સેવા આપી છે જેના પરિણામે આવક સિદ્ધિ પ્રાપ્ત થતા બધાને ડેપો મેનેજર જીગ્નેશે વ્યક્તિગત અભિનંદન પાઠવ્યા છે.

હજુ આઠમ સુધી આજ રીતે આવક આવશે અને ચોથ થી સાતમ સુધીના ચાર દિવસોમાં કુલ 60 લાખની આવક થવાની પૂરી શક્યતા હોય તમામ સ્ટાફને મુસાફરો માટે વધુમાં વધું સારી વિનયી સેવા આપવા અને આદિવાસી લોકોને વધુ સુવિધા પૂરી પાડવા અપીલ કરી છે.

Read About Weather here

પંચમહાલ વિસ્તારના આદિવાસી લોકો ગરીબ છે અને મોટા ભાગનો સમય રાજ્યના વિવિધ વિસ્તારમાં રોજી કમાવવા માટે જ ગાળે છે, જેથી તેઓને આધારકાર્ડ આધારિત એસ.ટી.નિગમ અને રાજ્ય સરકારે 20 થી 30 ટકાની કાયમી ભાડારાહત આપવી જોઈએ એવી પણ પંચમહાલી મુસાફરોની માંગ છે, જેઓ કામના સ્થળેથી વતન ભેગા થવા માટે 400- 500 કિલોમીટરની બસ મુસાફરી કરે છે.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here