એસપી સહિત 1000 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત

એસપી સહિત 1000 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત
એસપી સહિત 1000 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત
દિલ્હી પોલીસના એક ઓફિશિયલ નિવેદન પ્રમાણે, આ સંક્રમિતોમાં દિલ્હી પોલીસના જન સંપર્ક અધિકારી અને એડિશનલ પોલિસ અધિકારી ચિન્મય બિસ્વાલ પણ સામેલ છે. દિલ્હીમાં હવે પોલીસ વિભાગમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસના લગભગ 1000 કર્મચારીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં આ માહિતી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં કોરોના મહામારીના ત્રીજી લહેરમાં સતત ચોથા દિવસે દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત નવા કેસનો આંક 1.79 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 79 હજાર 723 નવા કેસ નોંધાયા છે અને 146 લોકોના મોત થયા છે. 46,441 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે દેશ માં ઓમિક્રોનનાં કુલ કેસનો આંક 4,033 થયો છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતા હરિયાણા સરકારે 26 જાન્યુઆરી સુઘી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યનાં શિક્ષણ મંત્રી કમલ પાલ ગુર્જરે આ અંગેની જાહેરાત કરી હતી. હરિયાણા પહેલા પણ અન્ય ઘણા રાજ્યોએ કોરોનાને રોકવા માટે આવા પગલા લીધા છે.આ પહેલા દેશમાં શુક્રવારે 1 લાખ 41 હજાર 986 નવા કેસ નોંધાયા હતા અને ગુરુવારે 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધીમાં 3.57 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 3.44 કરોડથી વધુ લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 7 લાખ 84 હજાર 580 છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 935 લોકોના મોત થયા છે.એકલા મહારાષ્ટ્રમાં જ 2 લાખથી વધુ એક્ટિવ દર્દીઓ છે. જો કે મુંબઈમાં 3 દિવસ પછી નવા કેસમાં 4%નો ઘટાડો થયો છે, પરંતુ મહારાષ્ટ્રમાં (44,388 નવા કેસ) પોઝિટિવ કેસ હજુ પણ વધી રહ્યા છે.

દિલ્હીમાં (22,751 ) અને પશ્ચિમ બંગાળ (24,287 નવા દર્દી)માં પણ નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મય બિસ્વાલ સહિત 300થી વધુ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. જો કે, મુંબઈમાં કેસ ઘટવાનું કારણ રવિવારે ઓછું ટેસ્ટિંગ હોવાનું પણ માનવામાં આવે છે.

Read About Weather here

છેલ્લા બે દિવસમાં મુંબઈમાં 70 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે રવિવારે 68 હજાર લોકોનાં જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.મુંબઈમાં રવિવારે ત્રણ દિવસ પછી કોરોનાના નવા કેસમાં 4%નો ઘટાડો નોંધાયો હતો. રવિવારે 20 હજારથી નીચે નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં 19,474 કેસ મળી આવ્યા હતા, શનિવારે 20,318 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. રવિવારે મહામારીને કારણે 7 લોકોના મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here