એસપીજીના નામ અને હોદાનો ગેરઉપયોગ સામે લાલજીભાઇની લાલબતી: ભાવિ વ્યુહરચના ઘડાઇ

એસપીજીના નામ અને હોદાનો ગેરઉપયોગ સામે લાલજીભાઇની લાલબતી: ભાવિ વ્યુહરચના ઘડાઇ
એસપીજીના નામ અને હોદાનો ગેરઉપયોગ સામે લાલજીભાઇની લાલબતી: ભાવિ વ્યુહરચના ઘડાઇ

વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિશાળ બિન રાજકીય સંગઠન લામબંધ

જેમ જેમ વિધાન સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પક્ષો હોદ્ાઓની લ્હાણી કરી રહ્યા છે. તેમજ વિવિધ જ્ઞાતિ-મંડળોના આગેવાનોને રાજકીય પક્ષો પોતાના તરફ ખેંચી રહ્યા છે. અથવા તો રાજકીય હવામાન તૈયાર કરવા માટે તરફેણમાં નિવેદનો કરાવતા હોય છે. આવા રાજકીય ગરમાવા વાળા વાતાવરણમાં સરદાર પટેલ ગ્રૃપ એટલે કે એસપીજીએ એક અખબારી યાદી દ્વારા સંસ્થાના લેટર પેડનો કોઇએ ગેરઉપયોગ કરવો નહીં તેમજ તે અંગે વિસ્તૃત સ્પષ્ટીકરણ કરતું નિવદેન કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

શ્રી સરદાર પટેલ સેવાદળના નામે રજીસ્ટ્રર થયેલી અને એસપીજી એટલે કે સરદાર પટેલ ગ્રૃપને નામ ચાલતી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ પટેલની એક યાદીમાં જણાવાયું છે કે, અત્યારે એસપીજી પરિવારના મેમ્બરોને તોડવા અને એસપીજી સંગઠનને રાજકીય હાથો બનાવવા પ્રયત્નો થઇ રહ્યા છે અને સોશિયલ મીડીયામાં એસપીજીના બનાવટી લેટર પેડનો ઉપયોગ થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી એસપીજીનું લેટર પેડ નવીન બનાવેલ છે. સાથે એસપીજી હેડ ઓફીસનો ઓફિશિયલ નંબર જાહેર કરેલ છે. તે સિવાય કોઇ પણ લેટર દ્વારા કે ફોન દ્વારા કોઇ પણ પ્રકારની મીંટીગ માટે કે કોઇપણ પ્રકારની અન્ય માંગણી કરવામાં આવે તો તેને માન્ય રાખવી નહીં તેવું યાદીમાં જણાવાયું છે. તેમને વધુમાં જણાવ્યું કે, મીડિયામાં દુરુપયોગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણા ખાતે જઙૠ ની મિટિંગ ગત માસના આખરમાં મળી હતી. જ્યાં સર્વાનુમતે અન્ય પાંચ જેટલા ઠરાવ પસાર કરાયા હતા. (1) જઙૠ ના સમસ્ત કારોબારી મિટિંગમાં બંધારણ નક્કી કરવામાં આવેલું તે તમામ મુદ્દા પ્રમાણે કામ કરવામાં સમર્પિત સાથે તમામ હોદ્દાઓને અનુરૂપ જઙૠ સમર્પિત લાઈફટાઈમ મેમ્બરો બનાવવાવા રહેશે. (2) જ્યાં સુધી નવીન હોદ્દાઓની નિમણૂંકના થાય ત્યાં સુધી પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શકાશે નહીં. (3) આગામી સમયમાં જઙૠના ઓફીશીયલ પેજ તથા લાલજીભાઈ પટેલના ફેસબુક આઈડી અને પેજ પર જઙૠના આગામી પ્રોગ્રામની જાહેરાત અથવા મિટિંગની માહિતી આપે

તે જ માન્ય રાખવા યાદીમાં જણાવ્યું છે. (4) હવે પછી આગામી સમયમાં કોઇપણ પ્રકારની ટીકા ટીપ્પણી સોશિયલ મીડિયામાં કરવી નહીં અને જે તે જણાય તો તે વિસ્તારના પૂર્વ હોદ્દેદારોએ તેમને જવાબ આપવાની જવાબદારીરહેશે. (5) જે જઙૠ બંધારણને અનુરૂપ નિષ્ઠાથી કામગીરી કરશે. તેને જ આગામી સમયમાં હોદ્દાઓ આપવામાં આવશે. તેમ જઙૠ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની યાદીમાં જણાવ્યું છે.

Read About Weather here

પટેલ સમાજને અનામત મળવી જોઈએ તેવી માંગ સાથે અસ્તિત્વમાં આવેલું આ બીજરાજકીય સંગઠન ગુજરાતના રાજકરણ ભારે રાજકીય વજન ધરાવે છે. તેમજ આ સંગઠન મારફતે ઘણા રાજકીય ચહેરાઓ પણ ગુજરાતને મળ્યા છે. આવનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો અને બિનરાજકીય સંગઠનો લાલબંધ થઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here