એશિયામાં સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તાકાતવાન હોવા છતાં ભારત ઓછી વગ વાપરતું હોવાનો અહેવાલ: સતાવાહી બનવાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ નેપાળ અને શ્રીલંકાથી પણ ઓછો

એશિયાનાં ચોથા સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ભારતે સ્થાન પ્રાપ્ત કર્યું છે. લોવી ઇન્સ્ટીટયુટ એશિયાનાં એક અહેવાલમાં એશિયાનાં દેશોનાં શક્તિને વગ અંગેનાં ઇન્ડેક્ષમાં ભારત 2 પોઈન્ટ નીચે ઉતરી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનું કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે, ભારતે શક્તિશાળી હોવા છતાં ધારણા મુજબ તેની વગનો અને તાકાતનો ઉપયોગ કર્યો નથી. એશિયા પર વગ વાપરવાની કોશિશ કરી નથી. એ રીતે નેપાળ અને શ્રીલંકાથી પણ ભારતનો ક્રમ પાવર ઇન્ડેક્ષમાં નીચો રહ્યો છે.

એશિયાની આ મહત્વની અગ્રણી સંસ્થાએ એશિયાનાં 18 દેશોનું સર્વેક્ષણ કર્યું છે અને અહેવાલ પ્રગટ કર્યો છે. અહેવાલમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને પગલે મંદી સર્જાયા છતાં ભવિષ્યનાં નવા સાધન સંપતિ ઉભા કરવાની દિશામાં ભારતે શ્રેષ્ઠ કામગીરી કરી બતાવી છે

અને માત્ર અમેરિકા અને ચીનએ બે દેશો જ તેનાથી આગળ રહ્યા છે. આર્થિક ક્ષમતા, લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વગનાં મુદ્દાઓ પર એશિયામાં ભારત ચોથા ક્રમે રહ્યું છે.

અહેવાલ ઉમેરે છે કે, ચીનની લશ્કરી અને આર્થિક તાકાત સાથે તાલ મિલાવવાની ભારતમાં ક્ષમતા છે પણ એ માટે હજુ ભારતે દાયકાઓ સુધી વધુ પ્રયાસો કરવા પડશે. 2021 માં ભારતે લશ્કરી તાકાત અને પ્રતિકારમાં વધારો કર્યો છે.

Read About Weather here

પણ અર્થતંત્રને કોરોનાને કારણે મોટો ફટકો પડ્યો છે. ભારતની અત્યારની આર્થિક વિકાસની ગતિ જળવાય તો પણ દાયકાનાં અંતે ચીનનાં કુલ આર્થિક વિકાસનાં પ્રમાણમાં 40 ટકા વિકાસ જ ભારત સિધ્ધ કરી શકશે. કેમકે ભારત અર્થકારણની રાજનીતિમાં પણ હાલ પાછલા ક્રમે ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here