એલઆરડી આંદોલનનો અંત

એલઆરડી આંદોલનનો અંત
એલઆરડી આંદોલનનો અંત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કછઉ ઉમેદવારો પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઉમેદવારોની બેઠક યોજાઈ હતી, જેનો હકારાત્મક નિર્ણય આવ્યો છે. રાજ્ય સરકારે ઉમેદવારોની મુખ્ય માંગણી સ્વીકારી લીધી છે અને 2 દિવસમાં આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ઉમેદવારોને પેંડા ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. બે ઉમેદવારોએ આંદોલનને લઈને માનતા રાખી હતી તેમાંથી એક ઉમેદવારની ચાની બાધા પણ તેમને છોડાવી હતી. આ સાથે આંદોલનકારી ઉમેદવારો સામે થયેલા કેસ પણ પાછા ખેંચવા સરકારે તૈયારી દર્શાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

હર્ષ સંઘવીએ આ વિશે કહ્યું હતું કે 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેનું પરિણામ 2020માં આવ્યા હતું, પરંતુ વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું. સરકારને મળેલી વિવિધ રજૂઆતોને લઈને ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 ટકાને બદલે હવે 20 ટકા પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાની વેઇટિંગ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે.

Read About Weather here

એલઆરડી ઉમેદવારોની 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માગણી છે અને એને લઈને તેમનું આંદોલન ચાલી રહ્યું છે. 2018માં યોજાયેલી ભરતીમાં પરીક્ષા આપનારા ઉમેદવારો માટે 6 ડિસેમ્બર 2019ના રોજ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 20 ટકા વેઈટિંગ લિસ્ટ આપવાની જાહેરાત કરી હતી. જોકે હજુ સુધી એ આપવામાં આવ્યું નહોતું. સરકાર દ્વારા આ મામલે વારંવાર માત્ર આશ્વાસન અપાતાં ઉમેદવારો આંદોલન પર હતા. છેલ્લાં 3 વર્ષથી આંદોલન કરી રહેલા 100 જેટલા ઉમેદવારોને સરકાર દ્વારા વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવામાં આજે બપોરે તેમની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here