એર એશિયામાં સાપની મુસાફરી…!

એર એશિયામાં સાપની મુસાફરી...!
એર એશિયામાં સાપની મુસાફરી...!
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાપ કોઈ મુસાફરનો પાળેલો હોય એવું માનવામાં આવે છે. જે મુસાફરી દરમિયાન બેગમાંથી બહાર આવી ગયો હશે. એર એશિયાના ઊડતા વિમાનમાં સાપ દેખાતાં હોબાળો શરૂ થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એર એશિયાની ફ્લાઈટ નંબર AK 5748 કુઆલાલમ્પુરથી તવાઉ માટે ઉડાન ભરી હતી. જ્યારે વિમાન હવામાં હતું ત્યારે જ લોકોએ વિમાનની છતથી લગેજ-બે પાસે સાપ જોયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાર પછી ફ્લાઈટમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. ઘટનાની જાણ પાયલોટને કરવામાં આવી હતી, ત્યાર પછી પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.જ્યારે અમુક લોકોનું માનવું છે કે જ્યારે પ્લેન એરપોર્ટ પર હશે ત્યારે આ સાપ તેના પર ચડી ગયો હશે અને પ્લેનના કોઈ ખૂણામાં સંતાઈ ગયો હતો. જોકે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈને નુકસાન નથી થયું.

જ્યારે વિમાન ઘણી ઊંચાઈએ હતું ત્યારે યાત્રીઓ અને ક્રૂ-મેમ્બર્સે લગેજ-બેની પર બનેલી કેબિન લાઈટ પાસે એક મોટો સાપ જોયો હતો. સાપને જોતાં જ યાત્રીઓ ડરી ગયા હતા. ત્યાર પછી પાયલોટે વિમાન ડાઈવર્ટ કર્યું અને તેનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનની પાયલોટ હાના મોહસિન ખાને ટ્વિટર પર વિમાનના ઓવર હેડ બેગેજ એરિયા પાસે સરકતા સાપનો વીડિયો શેર કર્યો છે.

Read About Weather here

વિમાનના મુખ્ય સુરક્ષા અધિકારી કેપ્ટન લિઓંગ ટીએન લિંગે જણાવ્યું હતું કે તેમને એર એશિયાની આ ઘટના વિશે માહિતી મળી છે. એવિયેશન કંપનીના મુખ્ય સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે એર એશિયાની ફ્લાઈટને ડાઈવર્ટ કરવાનો નિર્ણય ઈમરજન્સીમાં લેવામાં આવ્યો હતો.તેમણે કહ્યું હતું કે આ ખૂબ દુર્લભ ઘટના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here