એરફોર્સનું પ્લેન ક્રેશ: બંને પાયલોટના મોત

એરફોર્સનું પ્લેન ક્રેશ: બંને પાયલોટના મોત
એરફોર્સનું પ્લેન ક્રેશ: બંને પાયલોટના મોત
પીએએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્લેનમાં હાજર બંને પાઈલટનું મોત થયું છે. તેમણે જણાવ્યું કે પ્લેન ક્રેશ થતાની સાથે જ રેસ્ક્યુ 1122 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાકિસ્તાનના પેશાવરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં સવાર બંને પાયલટના મોત થયા છે. મળતી માહિતી મુજબ ક્રેશ થયેલું પ્લેન એરફોર્સનું ટ્રેઇની પ્લેન હતું.  

Visit Saurashtra Kranti Homepage here

વિમાન દુર્ઘટનામાં રેસ્ક્યુ ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ પહેલા 9 માર્ચે પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. એરફોર્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માત પંજાબ પ્રાંતના મિયા ચન્નુ નામના સ્થળે થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે અગાઉ પણ પાકિસ્તાનમાં આ રીતે વાયુસેનાના ઘણા પ્લેન ક્રેશ થયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પ્રાંતના અટોક પાસે એક પ્રશિક્ષણ કવાયત દરમિયાન એરફોર્સનું વિમાન ક્રેશ થયું હતું.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા પાકિસ્તાનમાં આવી જ એક ઘટના બની હતી. આ પ્લેન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ ક્રેશ થયું હતું. એક નિવેદનમાં, પાકિસ્તાન એરફોર્સે કહ્યું હતું કે PAF FT-7 એરક્રાફ્ટ તેના રૂટિન ઓપરેશનલ ટ્રેનિંગ મિશન, મિયાંવાલીમાં ક્રેશ થયું હતું. આ વિસ્તાર લાહોરથી 300 કિમી દૂર છે.જાન્યુઆરી 2020માં પણ પાકિસ્તાની એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બે પાયલટ માર્યા ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here