એમ્બ્યુલન્સમાં દારૂ ડિલીવરી પ્રકરણમાં ‘જીગુડી’ ની જાદુગરી.!!: આખી એમ્બ્યુલન્સ જ અલોપ…!

એમ્બ્યુલન્સમાં દારૂ ડિલીવરી પ્રકરણમાં ‘જીગુડી’ ની જાદુગરી.!!: આખી એમ્બ્યુલન્સ જ અલોપ…!
એમ્બ્યુલન્સમાં દારૂ ડિલીવરી પ્રકરણમાં ‘જીગુડી’ ની જાદુગરી.!!: આખી એમ્બ્યુલન્સ જ અલોપ…!
રાજકોટ શહેર પોલીસ અખબારોની હેડલાઈન્સમાં સતત ચમકતું રહે છે. પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનનાં તાબા હેઠળનાં વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓની ભારે ચર્ચા થઇ રહી છે. ગઈકાલે એમ્બ્યુલન્સની આડમાં દારૂની ડિલીવરી કરવા નિકળેલા બુટલેગરની ભેદી વાન પોલીસવાળાઓએ પકડી પાડી તોડ પાણી કર્યાની વાત ચારેકોર ચર્ચાઈ છે. આ આખા બનાવ પાછળ જીગુડીની જાદુગરી કામ કરી ગઈ હોવાની બજારમાં હવા ફેલાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની આડમાં કેટલાક અનિષ્ઠ તત્વો માદક દ્રવ્યોની હેરાફેરી કરી રહ્યા હોવાની ખૂબ જ સનસનીખેજ વિગતો સાંપડી રહી છે.આ પૈકીની એક શખ્સિયત એટલે જીગુડી છે. આ જીગુડીને કેટલાક સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે પણ ઘરોબો છે. તેના આવા અગમ નિગમ સંપર્કોને કારણે ગઈકાલે બે પેટી દ્વારા સાથે ભાગેલી એની એમ્બ્યુલન્સનું સેટિંગ પાર પડી ગયું હતું. જો કે આખા પ્રકરણને ધૂળ-માટી વાળી દેવા માટે જીગુડી ગેંગ અને તોડકાંડમાં સંકળાયેલા પોલીસે ગોબેલ્સ પ્રચાર ચાલુ કરી દીધો કે આખાય તોડકાંડમાં પ્ર.નગર પોલીસની કોઈ ભૂમિકા નથી! વાસ્તવમાં પગ નીચે રેલો આવતા હવે સૌ પોતપોતાના કપડા સંકોરવામાં મંડી પડીયા છે.

રાજકોટ સિવિલમાં મેન-પાવર સપ્લાય અને એવી બીજી ઘણી બાબતોને લીધે અસામાજિકોનો અડ્ડો બની ગયો છે.હોસ્પિટલ સાથે સંલગ્ન મામલો હોવાથી પોલીસે પણ ઘણી ધીરજ અને માનવીય સંવેદના રાખવી પડે છે.અહીં ખાતે પડ્યા પાથર્યા રહેતા કેટલાક સામાજીકો અહીં એમ્બ્યુલન્સની આડમાં દારૂ, ગાંજો અને ચરસ જેવી માદક દ્રવ્યોની હેરાફેરી ચાલુ કરી દીધી છે. કેટલાક કિસ્સાઓમાં તો ડમી ઉભા દર્દી કરીને ગ્લુકોઝનો બાટલો લગાવીને ચોક્કસ જગ્યાએ માલની ડિલીવરી પહોંચાડી દેવામાં આવે છે.તેવુ કેમ્પ્સના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગઈકાલનાં બે-ત્રણ પેટી ડિલીવરીમાં પકડાઈ ગયેલી એમ્બ્યુલન્સને તેના સંપર્ક કામ આવ્યાનું જાણકારોનું મંતવ્ય છે.સાથે સાથે અહીં ઉપયોગ લેવાતી એમ્બ્યુલન્સ પણ માનવીય ચહેરો હોય તંત્રનું વલણ ઘણું નરમ હોય છે. પરંતુ પોલીસ અને તંત્રની આવી નરમીનો ભરપુર લાભ બુટલેગરો અને અસામાજિકો લઇ રહ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેન-પાવર સપ્લાયનું કામ કરતી કેટલીક એજન્સી અને તેના દ્વારા ઉભી થતી સમસ્યાઓ પણ એક અલગ આલેખનનો વિષય છે.

Read About Weather here

પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનાં જવાબદાર અધિકારીઓએ જીગુડીની એમ્બ્યુલન્સ અને દારૂની વાતનો સાવ ઇન્કાર કરવાનું હજુ પણ ચાલુ રાખ્યું છે અને હવે નવી થિયરી ઉભી કરીને વાતનું ફીંડલુ વાળવાની કોશિશ થઇ રહી છે કે, કોઈક નકલી પોલીસ બનીને તોડ કરી ગયું.! અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે, દારૂનાં ટ્રકને પાયલોટીંગ પૂરું પાડવા જેવી ગંભીર બાબતના આક્ષેપનો સામનો શહેરની મહત્વપૂર્ણ બ્રાન્ચ કરી રહી છે અને તપાસ ચાલુ છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here