એમના માટે બારેય માસ ધરતીનું પાથરણું અને આકાશનું ઓઢણું

એમના માટે બારેય માસ ધરતીનું પાથરણું અને આકાશનું ઓઢણું
એમના માટે બારેય માસ ધરતીનું પાથરણું અને આકાશનું ઓઢણું

રાજકોટ: હાડ થીજાવતી ઠંડીમાં આખું શહેર ઘરોમાં અને ઉનની રજાઈમાં લપાઈ જાય છે. ત્યારે આપણા વિકસિતને મોટા શહેરમાં એવો વર્ગ પણ છે જેના નશીબમાં કુદરતે ઘર નામનો શબ્દ લખ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

એમના માટે તો 24 કલાક અને 12 માસ ધરતીનું પાથરણું અને આકાશનું ઓઢણું હોય છે. રાજકોટ શહેરમાં રેસકોર્ષ જેવા આધુનિક વિસ્તારની ફૂટપાથ હોય કે પછાત વિસ્તારોની ફૂટપાથ, કડકડતી ઠંડીમાં ફાટેલા, તૂટેલા ગોદડા ઓઢીને સેંકડો પરિવારો એમના બાળ-બચ્ચા

સાથે ખુલ્લા આકાશની નીચે ફૂટપાથ પર સુતા રહીને કાળ જેવી રાત્રી દરરોજ પસાર કરે છે. ક્યારેક કોઈ સેવાભાવિ પરિવારો એમના ઠંડીથી ધ્રુજતા શરીરો પર ગરમ ગોદડા નાખી જાય છે.

Read About Weather here

પણ આ એમની યાતનાઓનો અંત નથી. નશીબને દોષ દેવો કે સમાજને દેવો એ સવાલનો જવાબ મેળવતા-મેળવતા આ હતભાગીઓને ક્યારે સવાર પડી જાય છે તેની પણ ખબર હોતી નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here