એક કાયદો…એક એજન્સી, અમલનાં ચહેરા અલગ-અલગ…!!

એક કાયદો…એક એજન્સી, અમલનાં ચહેરા અલગ-અલગ…!!
એક કાયદો…એક એજન્સી, અમલનાં ચહેરા અલગ-અલગ…!!

સુરતનાં ધનાઢ્ય બિલ્ડરને ત્યાં લગ્નમાં હજારોની ભીડ, પોલીસ ચુપ..!!
વલસાડમાં ગરીબ પરિવારની જાન નીકળી, વર દંપતીને આખી રાત પોલીસ લોક-અપમાં ગોંધી રાખ્યા, સાબાશ પોલીસ: કોરોના નિયમની અમલવારીમાં પોલીસ તંત્રનું એકને ગોળ બીજાને ખોળ જેવું દંભી વલણ!

ગુજરાતમાં કોરોના મહામારી વકરી રહી છે અને રોજેરોજ હજારો કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોના પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. મહામારી દરેક વ્યક્તિ, દરેક સમાજને અને દરેક વર્ગને સ્પર્શ કરતી જ હોય છે. એમાંથી કોઈ બાકી રહેતું નથી. એ રોકવા માટે કાયદો ઘડાયો હોય યા તો કોઈ નિયમો નક્કી થયા હોય તો તેનો એકસરખો અમલ કરવામાં આવે તો જ લેખે લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

નહીતર આવા પ્રોટોકોલ અર્થહિન કાગળ પરની કવાયત સમાન બને છે. આપણે ત્યાં તાજેતરમાં અનેક એવી ઘટનાઓ બની છે. જેમાં પોલીસની પક્ષપાતી કામગીરી લોકોમાં ચર્ચાનો ગંભીર વિષય બની ચુક્યો છે. પોલીસે હંમેશા કોરોના પ્રોટોકોલનો અમલ કરાવતી વખતે સામાન્ય જનતા પર જ રોફ જમાવ્યો છે અને રાજકીય તથા આર્થિક રીતે વગદાર ધનાઢ્યનાં દરવાજે પોલીસે હથિયાર હેઠા મૂકી દીધા છે અને ખુલ્લે આમ નિયમ ભંગ થતો જોઇને પણ ચહેરા આડા ફેરવી લીધા છે.

રાજ્યમાં આજે જ આવી બે ઘટનાઓ બની છે. જેના કારણે જનતાનાં હિત ખાતર અને લાગતા વળગતા તંત્રનું ધ્યાન ખેંચવાના આશ્રયથી બંને ઘટનાઓ અત્રે જેસે થે રૂપમાં રજુ કરી છે. એ ઘટનાઓ વાંચીને ચુકાદો જનતાએ આપવાનો છે. કે ક્યાં ચૂક થઇ છે અને ક્યાં તરફદારીનાં વાજા વગાડવામાં આવ્યા છે.

વલસાડમાં એક સામાન્ય સ્થિતિનાં ગરીબ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. વરરાજા રંગેચંગે પરણીને ઘરે પાછા ફરી રહ્યા હતા. માં-બાપ ખુશ ખુશાલ હતા. દીકરા માટે વહુ લઈને ઘરે આવી રહ્યા હતા. લગભગ 35 જેટલા જાનૈયા પણ જોડાયા હતા. કોઈ કારણોસર મોડું થતા રાત પડી ગઈ હતી. એવામાં રસ્તા પરથી પસાર થતા પોલીસ કાફલાને લગ્નની જાન નજરે ચડી ગઈ હતી અને પોલીસ દમદાટી કરીને, રોફ જમાવીને આખી જાનને પોલીસ સ્ટેશને લઇ ગઈ હતી.

ત્યાં સુધી તો વાત બરાબર હતી પણ એક ડગલું આગળ જઈને પોલીસે કોઈ વાંક- ગુના વિના વરરાજા અને નવવધુને આખી રાત લોક-અપમાં બેસાડી રાખ્યા હતા અને અમાનવીય વર્તનની પરાકાષ્ટા સર્જી દીધી હતી. આખી રાત વર-ક્ધયા કેટલા બધા હેરાન અને માનસિક રીતે તનાવ ગ્રસ્ત બન્યા હશે. તેનું શબ્દોમાં વર્ણન થઇ શકે તેમ નથી. સવારે 35 જેટલા જાનૈયા સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આખી રાત નવદંપતી સહિત આખી જાનને રોકી રાખીને વલસાડ પોલીસે ફરજ બજાવ્યાનો ખોટો-ખોટો ઓડકાર ખાધો હતો. હવે જોઈએ એ જ દિવસે રાજ્યમાં બનેલી બીજા એક શહેરની ઘટના વાત સુરત મહાનગરની છે.

જ્યાં ખૂબ જ જાણીતા અને પ્રતિષ્ઠિત ધનાઢ્ય બિલ્ડર લવજી બાદશાહને ત્યાં જોરશોરથી લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો. લવજી બાદશાહની દીકરીનાં લગ્ન હોવાથી સ્વાભાવિકપણે ધામધૂમ અને શણગારમાં કોઈ કમી રાખવામાં આવી ન હોય. હજારોની સંખ્યામાં આમંત્રિતો ઉમટી પડ્યા હતા અને કોરોના પ્રોટોકોલ અંગેનાં સરકારી જાહેરનામાનો ખુલ્લે આમ ધજાગરો ઉડાવવામાં આવ્યો હતો.

ત્યારે પોલીસે શું કર્યું હતું એવો સવાલ થાય છે ને? ના, આ સવાલનો જવાબ છે ના. પોલીસે કશું જ કર્યું ન હતું બલ્કે પ્રચંડ વગ અને આર્થિક પ્રભાવ ધરાવતી વ્યક્તિ સામે ઘુટણ ટેકવી દીધા હતા અને કોરોના નિયમોનાં ભંગ છતાં સુરતની પોલીસ આડું જોઈ રહી હતી.

Read About Weather here

ગુજરાતમાં કોરોના પ્રોટોકોલનાં નિયમોની અમલવારી કરાવવાના પોલીસ પાસે નોખા-નોખા કાટલાં છે એ હવે સ્પષ્ટ બનતું જાય છે. સામાન્ય જનતા પર રોફ અને રૂઆબથી લાલ આંખ કરી કોરોના ભંગનાં પગલા લેતી પોલીસ લાંબી પહોંચ ધરાવનારા હોય એવા વીવીઆઈપી કે ધનાઢ્ય લોકોનાં દરવાજે કોરોનાનાં નિયમો પગતળે કચડાતા હોય ત્યારે ચુપચાપ પાછીપાની કરી જાય છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here