એક ઉચ્ચ અધિકારીની કારમાંથી એવું શું ઝડપાયું ?,જાણો કેટલા લોકોની થઇ ધરપકડ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાત્રી કર્ફ્યુંમાં કોઈ રોકે નહીં એટલે ભાઈની કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને દબોચી લઇ ચોટીલા પોલીસે ૧૫૫ બોટલ દારૂ કબજે કર્યો

ચોટીલા હાઈ-વે પર રાજકોટ એડી.કલેકટરની કારમાં દારૂની હેરાફેરી કરતા રાજકોટનાં ત્રણ શખ્સોને ચોટીલા પોલીસે દબોચી લઇ ૧૫૫ બોટલ દારૂ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળતા ચોટીલા પોલીસે હાઈ-વે પર ચેકિંગ હાથ ધરતા તે દરમ્યાન એક સાઈરન અને રાજકોટનાં એડી.કલેકટરનાં બોર્ડ લગાવેલી કાર નીકળતા પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર રોકી નહીં ને હંકારી દેતા પોલીસે પીછો કરી ચાર કિલો મીટર રાજકોટ તરફનાં રસ્તે કારને અટકાવી.

Read About Weather here

કારની તલાસી લેતા તેમાં બેઠેલો યશપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, યુવરાજ પ્રકાશ ચુડાસમા, કિશન અનીલ ગોસ્વામી (રહે. ગાંધીગ્રામ રાજકોટ) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી કારની તલાસી લેતા તેમાંથી દારૂની ૧૫૫ બોટલ મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા કારના ચાલક યશપાલસિંહનાં મોટા ભાઈની આ કાર કલેકટર કચેરીમાં ભાડે મળે છે અને રાત્રી કર્ફ્યુંમાં કોઈ રોકી નહીં એટલે મિત્રો સાથે મળી દારૂનો વેપલો કરી રાતોરાત માલદાર બન્યાની લાલચે દારૂની ખેપ મારી હતી. ચોટીલા પોલીસે ૧૫૫ બોટલ દારૂ તથા કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here