એક્ટ્રેસ સાથે દગો…!

એક્ટ્રેસ સાથે દગો…!
એક્ટ્રેસ સાથે દગો…!
રિમીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગોરેગાંવમાં રહેતા બિઝનેસમેન રોનક જતિન વ્યાસ વિરુદ્ધ કેસ કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. ‘હંગામા’, ‘ગોલમાલ’ જેવી ફિલ્મમાં કામ કરનાર બોલિવૂડ એક્ટ્રેસ રિમી સેન સાથે 4.14 કરોડની છેતરપિંડી થઈ છે. આરોપી બિઝનેસમેન LED લાઇટ કંપની ખોલવા માગતો હતો. તેણે રિમીને કંપનીમાં રોકાણ પર 30-40% વળતર આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ એક્ટ્રેસે 4.14 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિમીને તેના પૈસા પરત મળ્યા નથી. રિમીએ એમ પણ કહ્યું હતું કે હવે આરોપીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રિમી તથા રોનકની મુલાકાત 2019માં અંધેરીમાં એક જિમમાં થઈ હતી. ટૂંક સમયમાં જ બંને સારા મિત્રો બની ગયા હતા. રોનકે રિમીને નવા બિઝનેસમાં રોકાણ કરવાની ઑફર આપી હતી. રોનકે સિક્યોરિટી માટે તે સમયે એક્ટ્રેસને 3.50 કરોડનો ચેક પણ આપ્યો હતો.2019માં ફેબ્રુઆરીથી જુલાઈ સુધી રિમીએ રોનકની કંપનીમાં 1 કરોડ રૂપિયા જમા કર્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019, નવેમ્બર 2020ની વચ્ચે 3.14 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.રિમીને ચોક્કસ સમય મર્યાદામાં વળતર ના મળ્યું તો તેણે રોનકને સવાલ કર્યો હતો. જોકે, તે સમયે રોનકે બહાનું બનાવ્યું હતું.

Read About Weather here

માર્ચ, 2020માં રોનકે રિમીના અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા જમા કર્યા હતા. પછી રિમીને ખબર પડી કે રોનકે કોઈ કંપની શરૂ કરી નથી. રિમીએ હિંદી, સાઉથ તથા બંગાળી ફિલ્મમાં કામ કર્યું છે. રિમીએ ‘ધૂમ 2’ પણ કામ કર્યું હતું. 2015માં રિમી રિયાલિટી શો ‘બિગ બોસ’માં જોવા મળી હતી. 2016માં રિમી ‘બુધિયા સિંહઃ બોર્ન ટુ રન’માં જોવા મળી હતી. આ ફિલ્મ રિમીએ પ્રોડ્યૂસ કરી હતી. રિમી હવે મ્યૂઝિક વીડિયોથી કમબેક કરવાની છે.ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે રોનક પર બંધારણની કલમ 420 તથા 409 હેઠળ કેસ કર્યો છે. હાલમાં રોનક ફરાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here