એક્ટિવા સાથે યુવક ભૂવામાં પડ્યો…!

એક્ટિવા સાથે યુવક ભૂવામાં પડ્યો…!
એક્ટિવા સાથે યુવક ભૂવામાં પડ્યો…!
યુવક અચાનક ભૂવામાં પડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક વિશાળ ભૂવો પડતા એક્ટિવા સાથે આતીફખાન પઠાણ નામનો એક યુવક અંદર પડ્યો હતો. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવકના CCTV પણ સામે આવ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આ રીતે અચાનક ભૂવા પડતા હોવાના પગલે આવા કેટલાક વિસ્તારો છે જેમાં અચાનક જ પોલાણ સર્જાય છે અને ભૂવા પડે છે તેની જાણકારી મેળવવી જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતીફ ખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઉતરી અને તે જોવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડ્યો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો. તેને બચાવવા આવેલા લોકો પણ ત્યાંથી દૂર થઈ ગયા હતા. ભૂવામાં એક્ટિવા સાથે યુવક પડી જતા ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને યુવકને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

ભોગ બનનાર આતીફખાન પઠાણે જણાવ્યું હતુ કે, બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં હું ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા ગયો હતો. દુકાનથી થોડે દૂર રોડ પર મારા એક્ટિવાનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાયું હોવાનું જણાયું. ટાયર બહાર કાઢવાનો પ્રયાસ કરું તે પહેલાં અચાનક આખે આખો રોડ બેસી ગયો. હું એક્ટિવા છોડીને દૂર ખસવા ગયો ત્યારે ખાડો મોટા ભૂવામાં ફેલાઈ ગયો અને હું એક્ટિવા સાથે જ ગરકાવ થયો.

Read About Weather here

અંદર પાઈપ હોવાથી મેં પકડી લીધી અને તેના પર ટીંગાયેલો રહ્યો. લોકોએ દોરડું નાખ્યું અને તેને પકડીને મને બહાર કાઢ્યો હતો. જો યુવક પાણીમાં પડ્યો હોત તો તેને જીવ ગુમાવવો પડ્યો હોત. એકાએક ભુવો પડ્યો છે. ત્યાં ભુવો પડી શકે તેવું કોઈ પોલાણ ન હતું. જો કે ઘટનાને પગલે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા. એક્ટિવા સાથે યુવક ભુવામાં પડતો હોવાના લાઈવ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.પણ એક્ટિવા ગરકાવ થઈ ગયું.મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રો જણાવ્યા મુજબ, 2000 મીમી વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભુવો પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here