એકના ડબલ કરવાની લાલચ આપી 140 રોકાણકારો સાથે છેતરપીંડી

એકના ડબલ કરવાની લાલચ આપી 140 રોકાણકારો સાથે છેતરપીંડી
એકના ડબલ કરવાની લાલચ આપી 140 રોકાણકારો સાથે છેતરપીંડી
ઘાંચીવાડની મહિલા અને તેના પતિ સહિત 7 આરોપીઓએ એકના ડબલ કરવાની લાલચે સ્ટાર ગ્રુપ નામે ઇનામી ડ્રો યોજી 140 રોકાણકારો પાસે રોકાણ કરાવી છેતરપીંડી આચરી હતી. જેની ફરિયાદમાં દૂધસાગર રોડ પર નવયુગપરા શેરી નં. 4માં રહેતા કમલેશભાઈ માધુભાઈ ભટ્ટી (રજપૂત) (ઉ.વ.40)એ જણાવ્યું કે, આરોપી મરણજનાર દેવીબેન ઉર્ફે હર્ષાબેન માવજીભાઈ રાઠોડ તથા અસ્માબેન રજાકભાઈ કાશમાણીએ સ્ટાર ગુ્રપ ઈનામી ધમાકાના નામે ઈનામી ડ્રોના કાર્ડ છપાવી અને ટૂંકા સમયમાં એકના ડબલની લાલચ આપી જુદા જુદા સમયે ભવ્ય ઈનામી ડ્રો યોજી સ્ટાર ગ્રુપના સભ્યો તથા તેમના પરીવારના સભ્યોની ડીનર પાર્ટી યોજી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ રોકાણકારોને લાલચમાં નાખી તેમજ અમુક માણસોને એજન્ટ તરીકે મીની કમિશનની લાલચ આપી એજન્ટો મારફતે ગ્રાહકો શોધી જુદા-જુદા ગ્રાહકો પાસેથી કુલ રૂ.1,95,94,800 જેવી મોટી રકમ ગ્રાહકો પાસેથી ઉઘરાવી તમામ આરોપીઓએ ઉપરોક્ત રકમ તથા અમુક સોનાના દાગીના રોકાણકારો પાસેથી લોભામણી સ્કીમ બતાવી મેળવી લઈ બાદ ફરિયાદી તથા રોકાણકારોના નાણાં પરત માંગતા આરોપીઓએ વાયદાઓ આપી રકમ પરત આપી નહોતી અને પુર્વ આયોજીત કાવતરૂ રચી છેતરપીંડી કરી હતી.

આરોપીઓ અસ્માબેન રજાક કાશમાણી, રંજનબેન માવજીભાઈ રાઠોડ, વિક્રમભાઈ રાઠોડ, ભુપતભાઈ રામજીભાઈ વાઢેર, કેતન ઉર્ફે ટીનો પ્રવીણભાઈ ભટ્ટી, રજાકભાઈ કાશમાણી અને સાહીદભાઈ આમદભાઈ સામે આઇપીસી કલમ 406, 420,વ120 (બી), 114 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ કરી વધુ તપાસ પીઆઇ સી.જી. જોશીએ હાથ ધરી છે. ફરિયાદમાં કમલેશભાઈએ વધુમાં જણાવ્યું કે, અસ્માબેન તથા દેવીબેન ઉર્ફે હર્ષાબેન માવજીભાઈ રાઠોડ એમ બન્નેએ ફક્ત મીત્ર મંડળ માટે જ સને -2019માં પ્રથમ વખત સ્ટાર ગ્રુપ આયોજીત ઈનામી ધમાકા નામની સ્કીમ અસ્માબેનના ઘરે ઘાંચીવાડથી બહાર પાડેલ હતી અને ડ્રો કરેલ હતા.

વર્ષ 2021માં હર્ષા બેને કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. 2019માં સ્ટાર ગ્રુપના નામે જ અલગ અલગ પ્રકારની સ્કીમ બહાર પાડતા હતા જેમાં ગઈ તા.10/ 01/ 2021ના રોજ બહાર પાડેલ સ્કીમમાં કુલ સભ્યો 140ની સ્કીમ બહાર પાડેલ હતી.આ સ્કીમો બહાર પાડી તે સ્કીમ ઓથોરાઈઝ છે તેવું દર્શાવવા માટે સ્કીમના કાર્ડ પર સૌથી ઉપર રજી.નં – ગુજરાત -2 8650 તેવું છપાવેલ હતું અને બાદમા અનેક જુદા જુદા એજન્ટો મારફતે મોટી રકમ મેળવવા માટે એજન્ટોને કમીશન આપી અને સ્કીમોનો સમયાંતરે ડ્રો ગોઠવતા હતા

Read About Weather here

જેમા મોટા ભાગના ડ્રો રાજકોટથી નજીક આવેલ શિવશક્તિ હોટેલમાં ટિકિટ ખરીદનાર તથા તેમના પરીવારના સભ્યોને ભવ્ય જમણવારની પાર્ટી આપી અને ઈનામી ડ્રો ઉપરાંત એકાદ બે વર્ષમાં નાણાં ડબ્બલ કરી આપવાની લાલચ આપી ઘણા બધા ગ્રાહકો પાસેથી મોટી રકમ પણ ઉઘરાવતા અને આ લોકો આવા ડ્રો અવાર નવાર કરતા હોય તેમજ તેઓની ઓફીસમા એ.સી. ઉપરાંત સાત, આઠ મોબાઈલ ફોન ટેબલ ઉપર રાખી દેખાડો કરી રોકાણકારોનો ભરોસો જીતેલ અને મધ્યમ વર્ગ અને ગરીબ માણસોની મરણ મુડી સમાન બચત સ્ટાર ગૃપમાં સભ્ય તરીકે નિમણુંક આપી વસુલ કરેલ. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here