એકતરફી પ્રેમમાં દુલ્હનને ગોળી મારી…!

એકતરફી પ્રેમમાં દુલ્હનને ગોળી મારી…!
એકતરફી પ્રેમમાં દુલ્હનને ગોળી મારી…!
જાન નોઈડાથી આવી હતી. રાત્રીના એક વાગ્યે વરમાળા વિધિ કરાઈ હતી. ઘટના નૌહઝીલ વિસ્તારના મુબારિકપુર ગામની છે. ખુબીરામ પ્રજાપતિની પુત્રી કાજલના ગુરૂવારે લગ્ન હતા. કાજલે વરરાજાને વરમાળા પહેરાવી. સ્ટેજ પર પણ ખૂબ હસા-મજાક થઈ. આ પછી, દુલ્હનને તેની બહેન અને સખીઓ રૂમમાં પરત લઈ ગઈ હતી.દુલ્હન જેવી તેના રૂમમાં ગઈ. ત્યારે બે-ત્રણ યુવકોએ સ્થળ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે પાડોશમાં રહેતા અનીશનો ભાઈ અને બે મિત્રો પથ્થરમારો કરી રહ્યા હતા. પરિવારજનો આ યુવકોની પાછળ દોડી આવતાં જ હોબાળો મચી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ફાયરિંગનો અવાજ સાંભળીને દુલ્હનની સાથે રહેલા લોકો રૂમમાંથી બહાર આવ્યા. ત્યારપછી પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલો અનીશ દુલ્હનના રૂમમાં પહોંચી ગયો હતો. ત્યાં તે કાજલની આંખમાં ગોળી મારીને ત્યાંથી ભાગી ગયો હતો. ગોળીનો અવાજ સાંભળીને બધા જ્યારે રૂમમાં પહોંચ્યા તો લોહીથી લથપથ કાજલ જમીન પર પડેલી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ કાજલ પિતાના ખોળામાં જ મોતને ભેટી હતી.દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે અનીશ કાજલને હેરાન કરતો હતો. તે કાજલને એકતરફી પ્રેમ કરતો હતો, પણ કાજલ તેને પસંગ કરતી નહોતી.

ખુબીરામ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે અનીશ કાજલને ઘણાં સમયથી હેરાન કરી રહ્યો હતો.

અમે તેનાથી કંટાળીને કાજલને 4 મહિના પહેલા પલવલમાં તેની માસીના ઘરે મોકલી હતી, જ્યારે તેના લગ્ન નક્કી થયા હતા ત્યારે તેને 4 દિવસ પહેલા મથુરા બોલાવી હતી. 24મી એપ્રિલે તે મથુરા પરત ફરી હતી. લગ્ન 28 એપ્રિલના રોજ હતા. કાજલ બીએસસીનો અભ્યાસ કરતી હતી.ઘટના પહેલા અનીશે વરરાજા મુન્નાલાલને પણ ધમકી આપી હતી. જે ગામમાં જાન રોકાઈ હતી ત્યાં અનીશ પહોંચી ગયો હતો. તેણે વરરાજાને પણ ધમકી આપી હતી કે જો તે કાજલની સાથે સાત ફેરા લેશે તો તે તેને ગોળી મારી દેશે. જો કે, તે સમયે ગામના લોકોએ તેને ભગાડી દીધો હતો.

આરોપી અનીશનું ઘર ગામમાં કાજલના ઘરથી 400 મીટર દુર છે. ઘટના બાદ અનીશ અને તેના સાથી ફરાર થઈ ગયા હતા.

Read About Weather here

પિતા ખુબીરામે અનીશ પુત્ર હરલાલ, કપિલ પુત્ર હરલાલ, સંજુ પુત્ર સુરેશ અને પંકુ પુત્ર રમેશ સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. હાલ ચારેય આરોપીઓ ફરાર છે. કાજલ પાંચ ભાઈ બહેનમાં સૌથી મોટી હતી. પિતા નોઈડામાં રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. મોટી દીકરીની હત્યાથી વ્યથિત ખુબીરામ હવે ન્યાયની માંગ કરી રહ્યો છે.ગામના લોકોએ જણાવ્યું કે જ્યારે કાજલે અનીશના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો તો તે પાગલ થઈ ગયો. અનીશ કાજલના ઘરથી લગભગ 400 મીટર જ દૂર રહે છે. કાજલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.ઘટના બાદ ગામમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here