ઋષભ પંતને લાગ્યો 1.63 કરોડનો ચૂનો…!

ઋષભ પંતને લાગ્યો 1.63 કરોડનો ચૂનો…!
ઋષભ પંતને લાગ્યો 1.63 કરોડનો ચૂનો…!
તેમની સાથે છેતરપિંડી કરનાર આરોપી હરિયાણાના પૂર્વ ક્રિકેટર મૃણાંક સિંહ છે. ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને લક્ઝરી ઘડિયાળ સસ્તી કિંમતે ખરીદવાના ચક્કરમાં 1.63 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. મૃણાંક એક બિઝનેસમેનને 6 લાખ રૂપિયા ઠગવાના આરોપમાં પહેલેથી જ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.ઋષભ પંતને મૃણાંક સિંહે કરોડોની કિંમતવાળી મોંઘી લક્ઝરી ઘડિયાળ સસ્તા ભાવે આપવાની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવ્યો હતો. ઋષભ તેની પાસેથી ફ્રેંક મુલર વેનગાર્ડ સિરીઝની ક્રેઝી કલર વોચ 36 લાખ 25 હજાર રૂપિયા અને રિચર્ડ મિલી વોચ 62 લાખ 60 હજાર રૂપિયામાં ખરીદવા માગતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

IPL 2022માં દિલ્હીની ટીમ પ્લેઓફ સુધી નથી પહોંચી શકી. છેલ્લી મેચમાં પંતનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું.

જે માટે તેને એડવાન્સ પેમેન્ટ પણ કર્યું હતું. આ મામલામાં ઋષભ પંતની સાથે તેમના મેનેજર પુનીત સોલંકીએ પણ મૃણાંક વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો છે. સોંલંકીના જણાવ્યા મુજબ મૃણાંકે બાઉન્સ ચેકથી તેની સાથે છેતરપિંડી કરી છે.ઋષભ પંતની ફરિયાદ મુજબ મૃણાંક સિંહે તેને જાન્યુઆરી 2021માં સસ્તી કિંમત મોઘી લક્ઝરી ઘડિયાળ આપવાનું કહિને દગો આપ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મૃણાંકે પંતને લક્ઝરી ઘડિયાળ, બેગ અને જ્વેલરી ખરીદવા-વેચવાનો બિઝનેસ શરૂ કર્યો હોવાનું જણાવ્યું અને તેને વિશ્વાસમાં લેવા માટે અનેક એવા ક્રિકેટર્સના રેફરન્સ પણ આપ્યા જેમને તેમની પાસેથી વસ્તુઓ ખરીદી છે.મૃણાંકે ઋષભ પંત અને તેમના મેનેજરને જણાવ્યું હતું કે લક્ઝરી ઘડિયાળ અને અન્ય વસ્તુ તેમને ઘણાં સસ્તા ભાવે અપાવી શકે છે.

2018ના IPL ઓક્શનમાં મૃણાંક સિંહ હતો, જોકે તેને કોઈએ પોતાની ટીમમાં લીધો ન હતો.

Read About Weather here

Rishabh Pant Photos: Latest Rishabh Pant Images, HD Wallpapers, Pictures,  Gallery of Actor Rishabh Pant - Fresherslive

ઘડિયાળનું એડવાન્સ પેમેન્ટ ઉપરાંત પંતે મૃણાંકને લગભગ 66 લાખ રૂપિયાની કિંમતનો લક્ઝરી સામાન અને જ્વેલરી પર રિસેલ માટે આપ્યો હતો.હરિયાણાના પૂર્વ ક્રિકેટર મૃણાંકે પહેલાં પણ છેતરપિંડી કરી ચુક્યો છે. આ મહિનાની શરૂઆતમાં તેને એક બિઝનેસમેન સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પકડવામાં આવ્યો હતો અને તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તેના પર એક ફિલ્મ ડાયરેક્ટર તેમજ અનેક હોટલ સાથે પણ છેતરપિંડીનો આરોપ છે. IPLમાં તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો અને તેમની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા નંબર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી શકી ન હતી.ઋષભ પંતની રમતની વાત કરીએ તો તેને હાલમાં જ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T-20 સીરીઝ માટે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here