ઉર્જા વિભાગની ભરતીમાં કોઇ ગેરરીતી થઇ નથી: તપાસ અધિકારીનો અહેવાલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કલીન ચીટ જેવા અહેવાલને નકારી કાઢતા ‘આપ’ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા; જીયુવીએનએલનાં સરકારને મળેલા રીપોર્ટમાં ગેરરીતીનો આક્ષેપ જ ઉડાવી દેવાયો
યુવરાજસિંહની તીખી ટકોર, આ તપાસ એટલે બિલાડીને દુધની રખેવાડી જેવો તાલ

ગુજરાતના ઉર્જા વિભાગના ભરતી કૌભાંડનાં આક્ષેપો અંગે રાજય સરકાર દ્વારા સોંપવામાં આવેલી તપાસ અંગેનો અહેવાલ રાજય સરકારને મળી રહયો હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું છે. જેમાં તપાસ કરનાર સરકારી અધિકારી અગ્રસચિવ મમતા વર્માએ સરકારને એવો અહેવાલ આપ્યો છે કે, ઉર્જા વિભાગની ભરતીઓમાં કોઇ ગેરરીતી થયાનું માલુમ પડયું નથી. મમતા વર્માએ આપેલા રીપોર્ટમાં ગેરરીતીના તમામ આક્ષેપોને પાયામાંથી નકારી કાઢવામાં આવ્યા હોય એવું લાગે છે. આ અહેવાલને પગલે તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભરતી કૌભાંડને ઉજાગર કરવામાં જેમનો મુખ્યફાળો રહયો છે અને મહેનત રહી છે એવા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ અગ્રસચિવના તપાસના તારણોને નકારી કાઢયા છે. તેમણે સ્પષ્ટ ટકોર રહી છે કે, આ તપાસ એવી છે જાણે કે, બિલાડીને દુધની રખેવાડીનું કામ સોંપવામાં આવ્યું હોય.

Read About Weather here

અગ્રસચિવ મમતા વર્માએ તપાસ રીપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે, નામ જોગ અપેક્ષીત વ્યકિતઓ પણ અમને મળી નથી. એટલે ભરતીમાં કોઇપણ પ્રકારની ગેરરીતી મળી નથી. આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા યુવરાજસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here