ઉમેદવારો માટે માર્ગદર્શક સેમીનારનું ભવ્ય આયોજન

ઉમેદવારો માટે માર્ગદર્શક સેમીનારનું ભવ્ય આયોજન
ઉમેદવારો માટે માર્ગદર્શક સેમીનારનું ભવ્ય આયોજન

ગુજરાતના સમસ્ત પ્રજાપતિ સમાજના પોલીસ લોકરક્ષકની ભરતીના
આવતીકાલે સાંજે 4 થી 6 સુધી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગાંધીગ્રામ ખાતે કરાયું આયોજન

સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 એટલે કે પોલીસ લોકરક્ષકની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. જે જોતા હાલ પોલીસ દળમાં મોટાપાયે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવેલ હોય

Visit Saurashtra Kranti Homepage here

અને આ પોલીસ ભરતીમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના ઉમેદવારો (ભાઈઓ-બહેનો) વધુ સંખ્યામાં પસંદગી પામે તે હેતુસર પ્રજાપતિ જ્ઞાતિના ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને લેખીત પરીક્ષા માટે યોગ્ય માર્ગદર્શન અને

યોગ્ય દીશા મળી રહે તે માટે એક માર્ગદર્શક સેમીનારનુ આયોજન આવતીકાલે તા. 23 ને મંગળવારે સાંજે 4 થી 6 સુધી શ્રી સોરઠીયા પ્રજાપતિ 4 થી 6 સુધી શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગાંધીગ્રામ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમીનારમાં તજજ્ઞો દ્વારા યોગ્ય અને સચ્ચોટ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ શારીરિક ક્ષમતા કસોટી સરળતાથી પાસ કરી શકાય તે માટે યોગ્ય ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

પોલીસ લોકરક્ષકની ભરતી માટે ઉમેદવારી નોંધાવેલ હોય તેવા તમામ ઉમેદવારો (ભાઈઓ-બહેનો) અવશ્ય હાજર રહેવા સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિજનોને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

આ સેમીનારના મુખ્ય તજજ્ઞ ડો.ભાવેશ કોરીયા રહેશે. પરીક્ષાને લગતું માર્ગદર્શન પુરું પાડશે તેમજ અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન પુરું પાડશે.આ સેમીનાર બાદ વિનામુલ્યે હેતુલક્ષી પરીક્ષા માટે કોચીંગ કલાસ તેમજ ગ્રાઉન્ડ ટ્રેનીંગ શરૂ કરવામાં આવશે.

આ સેમીનારમાં હાજર રહેવાર ઉમેદવારોએ લીંક પર રજીસ્ટ્રેશન કરાવવું. તેમ રમેશભાઈ ગોહીલ, રાજેશભાઈ સવનીયા, પ્રફુલભાઈ કુકડીયા, દિનેશભાઈ કુકડીયા, વિમલભાઈ પાણખાણીયા અને રમેશભાઈ છાંયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ ખાતે ગુજરાતનાં સમસ્ત પ્રજાપતિ સમાજનાં પોલીસ લોકરક્ષકની ભરતીનાં ઉમેદવારો જોગ માર્ગદર્શક સેમિનારનું ભવ્ય આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શક

Read About Weather here

સેમિનાર અંગેની માહિતી માટે સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે પધારેલા રમેશભાઈ ગોહિલ, રાજેશભાઈ સવનીયા, પ્રફુલભાઈ કુકડીયા (પો.હેડ કોન્સ) અને રમેશભાઈ છાંયાએ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here