ઉપલેટાના મેખાટીંબી ગામે દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી

ટીડીઓ ઓફીસમાં દારૂ પીધેલા ઝડપાયા…!
ઉપલેટાના મેખાટીંબી ગામે દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી

8460 બોટલ,દારૂ, ટ્રક અને બે જીપ મળી કુલ 61.42 લાખનો મુદ્દામાલ જપ્ત: બુટલેગરો ફરાર

ઉપલેટા તાલુકાના મેખીટીંબી ગામે વેણુનદીના કાંઠે સરકારી ખરાબામાં દારૂનું કટીંગ થતુ હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂ.34.12 લાખનો દારૂ ઝડપી પાડયો હતો.જયારે બૂટલેગરો ફરાર થઈ ગયા હતાં.પોલીસે 8460 બોટલ દારૂ, ટ્રક અને બે જીપ મળી કુલ રૂ.61.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપલેટા થી 8 કિ.મી દુર આવેલા મેખાટીંબી ગામે ઇંગ્લીશ દારૂનું કટીંગ થતું હોવાની પોલીસને બાતમી મળતા મેખાર્ટીબી ગામ તરફ્ જવાના રોડની ડાબી બાજુ વેણુ નદીના કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાનો અમુક માણસો કટીંગ કરી હેરાફેરી કરતા હોવાની જાણ થતા ત્યાં પહોંચતા ટ્રક નંબર જી.જે. 2 એકસ એકસ 5168

તથા 2 મહિન્દ્રા બોલેરો પીકઅપ નંબર જી.જે.3 બી.ડબલ્યું 0264 તથા જી.જે. 27 ટી.ટી. 1872 જુદી-જુદી બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ પડેલ હોય આ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Read About Weather here

આ મુદ્દામાલમાં 70 પેટી દારૂ, ટ્રક બે બોલેરો અને એક બાઈક ત્યાં મળી આવતા પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મુદ્દામાલમાં 34,12,620 નો દારૂ 27,30,000 ના વાહનો મળી કુલ રૂ. 61,42,720 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ દારૂના કટીંગ વખતે દુરથી પોલીસને જોઈ જતાં દારૂ કટીંગ કરનાર આરોપીઓ પોતાના વાહનો મુકી નાસી ગયા હતા. વાહનોના નંબરને આધારે તેમના માલીકોની શોધ કરી આ ઇંગ્લીશ દારૂ ક્યાંથી આવેલ કોણ લઈ જવાનો હતો. તેમનીવિગતો મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here