ઉતાહમાં 1 વ્યકિત ઓછામાં ઓછી 3 પત્નિ રાખે છે…!

ઉતાહમાં 1 વ્યકિત ઓછામાં ઓછી 3 પત્નિ રાખે છે...!
ઉતાહમાં 1 વ્યકિત ઓછામાં ઓછી 3 પત્નિ રાખે છે...!
અહીં એક મોટા ખડકની અંદર અનેક પરિવારો રહે છે. આ વિશેષ ખડકને રોકલેન્ડ રેન્ચપણ કહે છે. આ રેન્ચ જોવામાં તો ખુબ જ સામાન્ય ખડક જેવો જ છે પરંતુ આ એક રહેણાંક વિસ્તાર છે. અમેરિકાનું ઉતાહ રાજય અનેક રીતે વિશેષ છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં અસ્તિત્વ ધરાવતા પહાડો વચ્ચે એક પહાડ એવો પણ છે જયાં સેંકડો લોકો રહે છે. આ લોકો ન તો આદિવાસી છે કે ન તો પ્રવાસી કે ન તો વણઝારા પરંતુ એક ખાસ માન્યતાના પગલે તેમણે પોતાની જાતને એક

જૂની પુરાણી ધાર્મિક માન્યતા સાથે જોડતા પોતાનો અલગ સમુદાય બનાવી લીધો છે. આ તમામ લોકો એક કટ્ટરપંથ મોરમન ને માનનારા છે જયાં દરેક વ્યકિતની એક કરતા વધુ પત્ની છે.

અહીં રહેનારા મોરમન લોકો ૧૯૭૦ના દાયકામાં અહીં આવ્યા. આ પંથની શરૂઆત બોબ ફોસ્ટરે કરી હતી. અત્રે જણાવવાનું કે ફોસ્ટર એક પ્રોફેસર હતો જેની ૩ પત્નીઓ અને ૩૮ બાળકો હતા. અમેરિકામાં બહુપત્ની પ્રથાને મંજૂરી નથી

આવામાં બોબ ફોસ્ટરને જેલની સજા થઈ હતી. જયારે તે જેલમાંથી બહાર આવ્યો તો તેણે પોતાનો એક અલગ સમુદાય બનાવી લીધો અને પત્નીઓ સાથે દુનિયાથી અલગ આ રોકલેન્ડ રેન્ચમાં રહેવા લાગ્યો હતો.

આ સમુદાયના લોકો માને છે કે એક કરતા વધુ પત્ની હોવી એ મૃત્યુ બાદ સ્વર્ગના દ્વાર ખોલે છે. આથી તેમાં કશું ખોટું નથી. આ સોચ સાથે સહમતિ ધરાવતા કેટલાક ઈસાઈ કટ્ટરપંથી પણ તેમની સાથે રોકલેન્ડ રેન્ચ પર રહેવા લાગ્યા.

ધીરે ધીરે એક મોટો પરિવાર બની ગયો  અને હવે એવું મનાય છે કે હજુ પણ ત્યાં રહેતા અને લોકો બોબ ફોસ્ટરના જ બાળકો છે. રોકલેન્ડ રોન્ચને અનેક જગ્યાએથી ડાયનામાઈટથી ઉડાવવામાં આવ્યો જેના કારણે નાની મોટી અનેક ગુફાઓ બની ગઈ.

હવે આ ગુફાઓમાં લોકો દ્યર બનાવીને રહે છે. જેમ જેમ પરિવાર વધતા જાય તેમ ઘરોની સંખ્યા પણ વધતી જાય છે. શરૂઆતના સમયમાં અહીં ફકત એક જનરેટર હતું અને ટોઈલેટની પણ સુવિધા ન હતી.

મોરમન સમુદાય આત્મનિર્ભર બની ચૂકયો છે. તેના પોતાના અલગ ખેતરો છે અને તેમની પાસે સોલર ઉર્જાનો સ્ત્રોત છે. પોલ્ટ્રી ફાર્મ છે. તેમનો જબરદસ્ત  બિઝનેસ છે. આ સમુદાયે સમય સાથે પોતાને વિકિસત કર્યો. આથી તે ઝડપથી આગળ વધ્યો.

તેમની પાસે હવે હાઈવેને જોડનારા રસ્તા છે. હકીકતમાં અમેરિકામાં બહુપત્ની પ્રથાને માન્યતા નથી આથી આ કારણે બોબ ફોસ્ટરને જેલમાં મોકલી દેવાયો હતો. આથી બહુપત્ની વિચારધારાને માનનારા લોકોએ બાકી સમાજના મુખ્ય પ્રવાહથી અલગ પોતાની એક દુનિયા વસાવી લીધી છે.

અહીં લાંબા સમયથી આ સમુદાય માટે બહુવિવાહની પ્રથાને અપરાધિક કૃત્ય ન માનવાની માગણી થઈ રહી છે. આ પ્રથા સંલગ્ન બિલ લઈને Utah ના સાંસદોએ વોટિંગ પણ કર્યું. અમેરિકી ન્યૂઝ વેબસાઈટ abcnews માં પ્રકાશિત રિપોર્ટ મુજબ ગત વર્ષ ૨૦

ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ અહીંના સેનેટરોએ બહુવિવાહને અપરાધમુકત કરવા માટે સર્વસંમતિથી બિલ પાસ કર્યું. જયારે આ અગાઉ બહુવિવાહ આ સ્ટેટમાં પણ એક અપરાધ હતો જેના કારણે પાંચ વર્ષની સજાની જોગવાઈ હતી.

અમેરિકી મીડિયાના રિપોર્ટ મુજબ અહીંના લોકો શાંતિપ્રિય છે. એક વ્યકિતની બધી પત્નીઓ પરસ્પર પ્રેમથી રહે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત અનેક અમેરિકી અખબારોના જણાવ્યાં મુજબ લોકોનું માનવું છે કે તેમના પર બહુવિવાહની પ્રથા કોઈએ થોપી નથી પરંતુ આ તેમની પોતાની ચોઈસ છે.

Read About Weather here

પોતાના પરિવાર સાથે હળીમળીને રેહવું એ પુરુષોની જવાબદારી છે. આ સમુદાયના બાળકોનું કહેવું છે કે તેમને તેમની બધી મમ્મીઓ વ્હાલી છે.અહીં બાળકો શાળાએ જવા ઉપરાંત પોતાના ખેતરોમાં અને પોલ્ટ્રી ફાર્મમાં પણ કામ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here