ઉડતી રકાબી બની ગયું હાર્દિકનું બેટ…!

ઉડતી રકાબી બની ગયું હાર્દિકનું બેટ…!
ઉડતી રકાબી બની ગયું હાર્દિકનું બેટ…!
વાસ્તવમાં, ઇનિંગની 10મી ઓવરમાં પંડ્યાએ બોલર મેક્સવેલના છેલ્લા બોલ પર જોરદાર શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે બેંગ્લોર અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટ ઉડતી રકાબીમાં ફેરવાઈ ગયું હતું. પરંતુ બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો નહોતો. હાર્દિક બોલને ઉડાડવા માંગતો હતો પરંતુ બોલ વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં અટકી ગયો પણ હાર્દિકનું બેટ ઊડી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

હાર્દિક પંડ્યાના હાથમાંથી બેટ સરકતું જોઈને તેની પત્ની નતાશા પણ સમજી ન શકી કે શું થયું!

હાર્દિક તેના શોટમાં કેટલો પાવર લે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે હાર્દિકનું બેટ તેના હાથમાંથી સરકી ગયું, ત્યારે તે પિચની નજીક નહીં પરંતુ દૂર ઉભેલા સ્ક્વેર લેગ અમ્પાયર પાસે જઈને પડ્યું. ત્યારપછી અમ્પાયર સદાશિવ અય્યરે હાર્દિકને તેનું બેટ પાછું આપ્યું હતું.સદનસીબે, હાર્દિકનું ઊડતું બેટ કોઈ ખેલાડી કે અમ્પાયર પર પડ્યું ન હતું. બેટને આ રીતે ઉડતા જોઈને પછી હાર્દિકની પત્ની નતાશા સ્તાંકોવિકના ચહેરા પર પણ ચોંકાવનારા હાવભાવ જોવા મળ્યા હતા.

Read About Weather here

જો કે, આ પહેલીવાર નથી જ્યારે હાર્દિકના હાથમાંથી બેટ સરકીને આ રીતે નીચે પડી ગયું હોય. આ પહેલા 2018ની IPLમાં પણ KKR સામે બેટિંગ કરતી વખતે હાર્દિકનું બેટ સ્ક્વેર લેગ અમ્પાયર પાસે ત્રીજી પીચ પર ઝઈને પડ્યું હતું.પોતાની કેપ્ટનશિપમાં ગુજરાતને પ્લેઓફમાં લઈ જનાર હાર્દિક પંડ્યા બેંગ્લોર સામેની મેચમાં પણ બેટિંગમાં રંગમાં દેખાયો હતો. હાર્દિકે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.હાર્દિકે તેની આઈપીએલ કારકિર્દીની આઠમી ફીફ્ટી ફટકારી હતી, તેણે 47 બોલમાં 62 રન ફટકાર્યા હતા અને અણનમ રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here