ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી 

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજસ્થાનની સૌથી મોટી હોસ્પિટલો પૈકીની એક કોટાની MBSમાં એક મહિલા દર્દીની આંખ ઉંદરે કોતરી ખાધી છે. રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેની બેદરકારીની ઘટના અવાર-નવાર સામે આવતી રહી છે. આવી જ એક ઘટના રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાંથી સામે આવી છે. જેને લીધે હોસ્પિટલમાં ભારે વિવાદ સર્જાયો છે. ડૉક્ટરોની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને મહિલાનું ડ્રેસિંગ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાને લઈને હોસ્પિટલ મેનેજમેન્ટે એક નિવેદન પણ આપ્યું છે કે જ્યાં ખાવાની વસ્તુઓ હોય છે ત્યાં ઉંદરો આવે છે.મળતી માહિતી પ્રમાણે GBS સિન્ડ્રોમથી પીડિત રૂપમતી (30) 45 દિવસથી MBS હોસ્પિટલમાં દાખલ છે. મહિલાના પતિ દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે પત્નીને પેરાલિસિસ એટલે કે લકવાના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. તેઓ ન્યુરો ICUમાં દાખલ છે. ગરદન પણ હલાવી શકતી નથી.

તે લગભગ 42 દિવસથી વેન્ટિલેટર પર હતી અને બે દિવસ અગાઉ તેને અહીં શિફ્ટ કરવામાં આવી હતી.દેવેન્દ્રએ જણાવ્યું કે રાત્રે તેની પત્નીના ચહેરા પર કપડુ લગાવેલું હતું. જ્યારે તે રડવા લાગી ત્યારે મે કપડું કાઢીને જોયું. ત્યારબાદ તેના ચહેરા પર લોહી દેખાયું. દેવેન્દ્રએ કહ્યું કે તરત જ સ્ટાફ અને ડોક્ટરને જાણ કરવામાં ગયો. તે સમયે ડોકટરોએ કહ્યું કે કોઈ જંતુ કરડ્યું હશે દેવેન્દ્રએ કહ્યું, ‘હું ડૉક્ટરોની વાત પર વિશ્વાસ કરી શક્યો નહીં, કારણ કે મારી પત્નીની આંખ પરનો ઘા મોટો હતો.

પાંપણ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જંતુના ડંખને કારણે આવું થતું નથી. જો કે તબીબોએ રાત્રે સારવાર કરી હતી. સવારે ફરી ડૉક્ટર આવ્યા અને મારી પત્નીની આંખ તપાસી અને તેનું ડ્રેસિંગ કર્યું. હવે ડોકટરોનું કહેવું છે કે આ ઘા ઉંદરના કરડવાથી થયો હોવો જોઈએ.હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર સમીર ટંડને જણાવ્યું હતું કે દર મહિને તેઓ હોસ્પિટલમાં પેસ્ટીસાઈડ નિયંત્રણ કરાવે છે . હજુ પણ ચાલે છે.

Read About Weather here

આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. પેસ્ટ કંટ્રોલ પછી પણ આ ઘટના બની છે, તેની જવાબદારી અમારી અને અમારા સ્ટાફની છે.તેમણે કહ્યું કે સ્ટ્રોક યુનિટમાં ઉંદર ક્યાંથી આવ્યો, તે ઈન્ચાર્જ અને ફરજ પરના કર્મચારીઓ સાથે વાત કરીને તેની તપાસ કરવામાં આવશે. પેશન્ટ એટેન્ડન્ટ્સ પણ પોતાની સાથે ખાવા-પીવાનું રાખે છે. આમપણ હોસ્પિટલમાં ઉંદરો તો છે.આમપણ ખાવાપીવાની વસ્તુ જ્યાં પણ હોય છે ત્યાં ઉંદર આવી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here