ઈર્ષાથી પર રહી સત્વગુણ જાળવીએ: આઈશ્રી દેવલમાં

ઈર્ષાથી પર રહી સત્વગુણ જાળવીએ: આઈશ્રી દેવલમાં
ઈર્ષાથી પર રહી સત્વગુણ જાળવીએ: આઈશ્રી દેવલમાં

ભણતર એ જ ચારણોની સરસ્વતિ
આઈશ્રી દેવલમાં એ સામાજીક ઉત્થાન માટે પંચદિવસીય મેવાડ, નિમાડનો પ્રવાસ કર્યો

ઉદયપુર તા.21 નાં રોજ આઇશ્રી દેવલમાં બલીયાવડ ગીરનાર જૂનાગઢ દ્વારા રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ ખાતે સામાજીક ઉત્થાન હેતુ પ્રવાસ કરવામાં આવ્યો.
આઇશ્રી દેવલમાં એ ચારણોનાં મંડલા ખાતે તા.22, 23 નાં રોજ કરણીજીનાં મહાભિષેક તેમજ લઘુરૂદ્રીમાં હાજરી આપી સામાજીક સમરસતા તેમજ સામાજીક ઉત્થાનનાં કાર્યો કરવા સમાજને આહ્વાન કર્યું. ચારણનાં મંડલા ખાતે આઈશ્રી દેવલમાંના આશીર્વચનને સામાજીક પ્રવાસને કારણે મેવાડ પંથકમાં હર્ષની લહેર ફરી વળી હજારો લોકો આઇશ્રી દેવલમાંના સામૈયા તેમજ રથયાત્રામાં જોડાયા.

Visit Saurashtra Kranti Homepage here

મેવાડ ચોવીસીમાં મોતીદાન ચારણની આગેવાનીમાં મેવાડ ચોવીસીનાં નાયકો તેમજ ગઢવીઓએ ખાસ હાજર રહી આઈશ્રી દેવલમાંના સામાજીક પ્રવાસને વધાવી લીધો. મેવાડનાં ચારણ મંડલા, નાગથુન, કનેરાનાં લોકોમાં આનંદની લહેર ફરી વળી ચારણનાં મંડલામાં કરણીજીનો મહાઅભિષેક તેમજ લઘુરૂદ્રીનાં દર્શન કરી લોકો ભાવવિભોર થઇ ગયા. નાગથુન તેમજ કનેરામાં આઈશ્રી દેવલમાંનું વિશાળ સંખ્યામાં હાજર રહી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. નાગથુનમાં આઈશ્રી દેવલમાંએ સોનલમાંના મંદિરે દિપ પ્રગટાવી સામાજીક જ્યોત જાગૃત રાખવા આશીર્વચનમાં જણાવ્યું.

Read About Weather here

કનેરા ખાતેની વિશાળ શોભાયાત્રામાં હજારોની મેદનીમાં આઈશ્રી દેવલમાં એ કનેરા તેમજ આજુબાજુનાં ચારણોનાં પૂજ્યભાવની ભારોભાર પ્રશંસા કરી.આઈમાંના ત્રીજા દિવસનાં પ્રવાસમાં મધ્યપ્રદેશ ખાતે મહાકાલનાં દર્શન સાથોસાથ નિમાડનાં પ્રવાસમાં ઓમકારેશ્ર્વરનાં દર્શનનો લ્હાવો લીધા બાદ નિમાડ ચારણ સમાજે ઉમળકાભેર ખોડિયાર આશ્રમ ખાતે આઈશ્રી દેવલમાંના દર્શનનો લાભ લીધો. આઈશ્રી દેવલમાં એ નિમાડનાં સમાજ ઉત્થાન માટે એજ્યુકેશન પર ખાસ ભાર આપી વેદોમાં ચારણોની યાદીની વાત કરી. નિમાડ ચારણોનાં ભાવને સવિશેષ યાદી કરી ચારણોમાં રહેલ દેવત્વને ઉજાગર રાખવાની વાત કરેલ. આઈશ્રી દેવલમાંના રાજસ્થાન, મધ્યપ્રદેશનાં પંચદિવસીય સામાજીક ઉત્થાન પ્રવાસમાં આઇશ્રી દેવલમાં સાથે જીતુભાઈ ગઢવી, અશોકભાઈ ગઢવી તેમજ પ્રભાતભાઈ તથા રાજલબેન સાથે રહેલ પંચદિવસીય સામાજીક ઉત્થાન પ્રવાસ દરમિયાન આઇશ્રી દેવલમાંએ ઈર્ષાથી પર રહી સત્વગુણ જાળવી રાખવા ચારણોને હાકલ કરી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here