ઈન્સ્ટાગ્રામ પર પણ હિટ કોહલી

ઈન્સ્ટાગ્રામ પર પણ હિટ કોહલી
ઈન્સ્ટાગ્રામ પર પણ હિટ કોહલી
33 વર્ષના કોહલી પોતાની દર ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી 8 કરોડ રૂપિયા કમાય છે. તે સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મથી એક પોસ્ટથી કમાણી કરવા વાળો એશિયાનો નંબર-1 સ્પોર્ટ્સ સેલિબ્રિટી બની ગયો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટથી હોલમાં ફ્લોપ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેના બેટથી કોઈપણ ફોર્મેટમાં સદી આવી નથી.પરંતુ તે હજુ પણ સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી તરીકે છવાયેલો છે.તેનાથી સૌથી વધુ એક પોસ્ટ દ્વારા કમાણી પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેંટીનાના સ્ટાર ફુટબોલર લિયાનલ મેસ્સી કરે છે. Hopperhq.com એ હાલમાં જ પોતાની 2022ની રીચ લિસ્ટ બહાર પાડી હતી,જેમાં કોહલી 14માં નંબર પર છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડા 27માં સ્થાન પર છે. વિરાટ ઈન્સ્ટાગ્રામ પર રીચ લિસ્ટમાં 14માં નંબર પર છે. તે ટૉપ-15માં સામેલ થનારો એકમાત્ર ભારતીય છે. કોહલી પછી પ્રિયંકા ચોપડાને 27મું સ્થાન મળ્યુ છે. પ્રિયંકા દર પોસ્ટ દ્વારા 3 કરોડ રૂપિયા કમાઈ છે. સૌથી વધુ કમાણી કરવામાં ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેને દર પોસ્ટ પર 19 કરોડ રૂપિયા મળે છે. તેને પહેલુ સ્થાન મળ્યુ છે, જ્યારે લિયોનેલ મેસ્સીને એક પોસ્ટ માટે 14 કરોડ રૂપિયા મળે છે.વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થનારો પ્રથમ ભારતીય છે. 20 કરોડથી વધુ ફોલોવર્સ વાળો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે.

Read About Weather here

વિશ્વભરના સ્પોર્ટ્સ સેલિબ્રિટીની વાત કરીએ તો કોહલી ત્રીજા નંબરે છે. વિરાટ કોહલી છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ ફોર્મમાં છે. તે ઇંગ્લેન્ડની પીચો પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડ ટૂરમાં વિરાટે એક ટેસ્ટ, 2 T20 અને 2 વનડે મેચોમાં મળીને કુલ 6 ઇનિંગ્સમાં માત્ર 76 રન જ બનાવ્યા છે. વિરાટે અનુક્રમે 11,20,1,11,16 અને 17 રન બનાવ્યા છે. તે IPLમાં પણ રન બનાવી શક્યા નહતો. પાછલી સિઝનમાં તે 16 ઇનિંગ્સમાં 194 રન જ બનાવી શક્યો હતો.વિરાટના બેટથી છેલ્લા ત્રણ વર્ષથી સદી બનાવી શક્યો નથી. તેણે છેલ્લી 12 ઇનિંગ્સમાં માત્ર 227 રન જ બનાવ્યા છે.તેનાથી આગળ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસ્સી છે. રોનાલ્ડોના 45.1 કરોડ (451 મિલિયન) અને મેસ્સીના 33.4 કરોડ (334 મિલિયન) ફોલોઅર્સ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here