ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની હત્યા

ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની હત્યા
ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની હત્યા
આ ઘટના બને તેના થોડા સમય અગાઉ મેચ સમયે વિવાદ થયો હતો. પંજાબના જાલંધરના નકોદરના મલ્લિયાં કલાં ગામમાં ચાલી રહેલી ટુર્નામેન્ટ સમયે સોમવારે ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર સંદીપ નંગલની ફાયરિંગ કરીને હત્યા કરી નાંખી છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો તેણે જ એક શૂટરને બોલાવ્યો હતો. ગોળી લાગ્યા બાદ આયોજક સંદીપને તાત્કાલિક એક પ્રાઈવેટ હોસ્પિટલ જઈ જવામાં આવ્યો હતો, જ્યા તેનું મોત થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોર સફેદ રંગની કારમાં આવ્યો હતો.તેને સંદીપ ઉપર ફાયરિંગ કર્યું હતું અત્યાર બાદ કારમાં ભાગી ગયો હતો. હુમલો કરનારે આશરે 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવી છે. અત્યારે આ ઘટના પાછળના દોષિત અંગે વધુ માહિતી મળી શકી નથી.ઘટના સ્થળે કેટલાક લોકોએ માહિતી આપી હતી કે મેચ સમયે સંદીપનો કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો.

ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની હત્યા કબડ્ડી

અને સ્થિતિ મારઝૂડ સુધી પહોંચી ગઈ હતી. જોકે બાદમાં આયોજકો તથા અન્ય કેટલાક લોકો વચ્ચે પડતા સ્થિતિને શાંત કરવામાં આવી હતી. આ ઘટના થયાના થોડી વાર બાદ કારમાં ત્યાં એક વ્યક્તિ ત્યાં પહોંચી હતી અને તેણે સંદીપ ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું.સ્વિફ્ટ ગાડીમાં આવેલા લોકો જેવા ટૂર્નામેન્ટ સમયે ફાયરિંગ થવા લાગ્યું તે સાથે જ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. લોકો ગ્રાઉન્ડમાંથી નિકળીને ભાગી રહ્યા હતા. કોમેન્ટ્રેટરે પણ જાહેરાત કરી કે જેમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ભાગી જાઓ. જ્યારે હુમલાખોર તેની ગાડીમાં ભાગી ગયો તો જોયું તો સંદીપના માથામાં ગોળીઓ વાગી હતી.

Read About Weather here

આ ઘટના સમયે અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવી હતી.ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. નંગલની હત્યાથી કબ્બડી પ્રેમીઓમાં ભારે ગુસ્સો છે. સંદીપ નંગલ બે-ત્રણ વર્ષથી MLK નામથી એક કબડ્ડી ફેડરેશન ચલાવી રહ્યો હતો. તેમા પંજાબના અનેક જાણીતા ખેલાડી જોડાયેલા છે. આ ફેડરેશન અનેક ટુર્નામેન્ટનું આયોજન કરે છે.જાલંધરમાં ક્રાઈમ સતત વધી રહ્યો છે અને પોલીસ તેને અટકાવવામાં નિષ્ફળ રહી છે. ​​​​​

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here