ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય રાજકોટમાં: સિટી-રૂરલના અધિકારીઓ સાથે બેઠક

ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય રાજકોટમાં: સિટી-રૂરલના અધિકારીઓ સાથે બેઠક
ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય રાજકોટમાં: સિટી-રૂરલના અધિકારીઓ સાથે બેઠક

પોલીસ કમિશનર ઉપરાંત રેન્જ આઈજી, જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની ચર્ચા

તાજેતરમાં જ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા નિવૃત્ત થતાં તેમના સ્થાને મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ વિભાગમાં અત્યંત મહત્ત્વના ગણાતાં આ પદનો ભાર સંભાળ્યા બાદ વિકાસ સહાય દ્વારા અલગ-અલગ શહેરોની મુલાકાત લેવામાં આવી રહી છે તે અંતર્ગત આજે તેઓ રાજકોટમાં આવી પહોંચ્યા છે. વિકાસ સહાય ગાંધીનગરથી પહેલાં ભાવનગર પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા આયોજિત એથ્લેટિક્સ મીટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ સીધા રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઉપરાંત રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં રાજકોટ રેન્જ અંતર્ગત આવતાં પાંચ જિલ્લાના એસપી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ ડીજીપી વિકાસ સહાય રાજકોટ આવી રહ્યા હોવાની જાણ થતાં જ પોલીસ તંત્ર દ્વારા તેમના ગ્રાન્ડ વેલકમ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. એકંદરે ગઈકાલથી જ શહેર પોલીસના અધિકારીઓમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આમ તો વિકાસ સહાયની રાજકોટ મુલાકાતનો ખાસ એજન્ડા ન હોવાનું તેમજ રૂટીન મુલાકાત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે કેમ કે ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદ દરેક શહેર-જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ સાથે ગેટ ટુ ગેધર કરવા માટે જ તેઓની આ મુલાકાત હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદ વિકાસ સહાયે રાજકોટ પહેલાં અમદાવાદ અને સુરતની મુલાકાત લઈને ત્યાંના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સરાહનીય કામગીરી કરનાર જવાનોનું સન્માન પણ કર્યું હતું. આવો જ એક કાર્યક્રમ ભાવનગરમાં યોજાયો હતો.

Read About Weather here

જેમાં પોલીસ જવાનો-અધિકારીઓમાં સ્પોર્ટસમેન સ્પિરિટની ભાવના કેળવાય તે માટે પોલીસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ-જવાનો સામેલ થયા હતા અને વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ભાવનગરમાં કાર્યક્રમ પૂર્ણ કરીને વિકાસ સહાય સીધા રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં સર્કિટ હાઉસ તેમજ પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠકને સંબોધન કર્યું હતું. ઈન્ચાર્જ ડીજીપી રાજકોટ આવી રહ્યા હોવાને કારણે શહેર-જિલ્લાની પોલીસમાં સવારથી જ દોડધામ જોવા મળી રહી હતી તો શહેર-જિલ્લા એમ બન્નેના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here