ઇ-મેમો વિરૂધ્ધ સહી ઝુંબેશ: 15 કાર્યકારોની અટકાયત

ઇ-મેમો વિરૂધ્ધ સહી ઝુંબેશ: 15 કાર્યકારોની અટકાયત
ઇ-મેમો વિરૂધ્ધ સહી ઝુંબેશ: 15 કાર્યકારોની અટકાયત
રાજકોટમાં પોલીસે વાહન ચાલકોને આડેધડ સેંકડો ઈ-મેમો વડે આકરો દંડ ફટકાર્યા બાદ હવે પઠાણી ઉઘરાણી ચાલુ કરતા જનાક્રોશ વધવા લાગ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે બોજમુક્ત રાજકોટની નવતર લડતનાં મંડાણ કરવામાં આવ્યા હતા. જેમાં ઈ-મેમો વિરૂધ્ધ સહી ઝુંબેશ કરતા પોલીસ દ્વારા 15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની જનતા પર કરોડો રૂપિયાના પેન્ડિંગ ઈ-મેમોનો બોજો માફ કરવાની માંગણી સાથેના આંદોલનને આજે સામાજીક આગેવાનો અને વકીલો દ્વારા સમર્થન સાથે ટેકો આપવામાં આવ્યો હતો. હવે શહેરના દરેક વોર્ડ ઉપરાંત શાળા-કોલેજો સુધી અહીં ઝુંબેશ કરીને સરકાર સમક્ષ મુકાશે અને જરૂર પડ્યે મોટા જનઆંદોલનની પણ ચીમકી અપાઈ છે.

આજે જિલ્લા પંચાયત ચોક ખાતે બોજમુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ અને ગજઞઈંના કાર્યકરો ચોકમાં પ્લેકાર્ડમાં ઈ-મેમો માફ કરાવવા માટે વાહનચાલકોને અભિયાનમાં જોડાવોના અપીલ કરતા સ્લોગન સાથે ઉભા રહી નામ,નંબર અને સહી કરાવી હતી. તમામ વાહનચાલકો ઈ-મેમાથી ત્રાહિમામ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ સહી કરી સમર્થન આપ્યું હતું.

આ સહી ઝુંબેશમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા,વિપક્ષનેતા ભાનુબેન સોરાણી,કાર્યકરી પ્રમુખ સંજય અજુડીયા, ડો. ધરમ કાબલીયા , મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તેમજ વકીલોમાં જીગ્નેશ જોષી,કુલદીપસિંહ ઝાલા તેમજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંક,પ્રદેશ મહામંત્રી પ્રદીપ ડોડીયા, ગજઞઈંના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા,મોહીલ ડવ,મીત પટેલ,જીત સોની, હર્ષ આશર, યશ ભીંડોરા,કરણ હુબંલ,પુજન પટેલ, બંધન પટેલ, રીયાઝા સુમરા સહિત કાર્યકરો જોડાયા હતા અને સામાજિક સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.

આ અંગે ગજઞઈંના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારો ઈરાદો લોકોને ગેરમાર્ગે દોરવાનો કે ટ્રાફિક નિયમો લોકો તોડે એવો નથી પરંતુ તંત્ર આડેધડ ટાર્ગેટ પુરા કરવા જો દંડો કરી જનતાને મૂર્ખ બનાવી એની વિરુદ્ધનો છે. સરકારે પહેલા સવલતો આપવી જોયે પછી દંડ વસૂલવા જોઈએ. બોજમુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાન રાજકોટના વોર્ડ દીઠ શેરી ગલીમાં જનતા સમક્ષ કાર્યકરો જવાના છે તેમજ રાજકોટની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને સ્કૂલોમાં રૂબરૂ જઈ સહી કરાવીશું અને વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોનું સમર્થન મેળવીશું.

Read About Weather here

આ જ બાબતે લોકો ઓનલાઇન ઝુંબેશમાં સમર્થન આપી શકે તે માટે જરૂર પડ્યે પોર્ટલ લિંક પણ જાહેર કરવાના છે. વિશેષ જણાવ્યું હતું કે, લોકોએ જાગૃત બની આ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ આ કરોડોની દંડની રકમ કાઈ નાની નથી! લોકો જાગૃત થશે તો બધું શક્ય છે ચૂંટણી પણ નજીક જ છે. જો મોટા ઉદ્યોગપતિઓના દેવા અબજોના માફ સરકારે કરેલા જ છે. ભાજપના આટલા આગેવાનો રાજકોટમાં છે છતાં કેમ ચૂપ છે ? ખુલીને આ બાબતે સરકારમાં રજૂઆત કરવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here