ઇન્સ્પેક્ટરે લાંચમાં માગ્યું બોડી-મસાજ…!

ઇન્સ્પેક્ટરે લાંચમાં માગ્યું બોડી-મસાજ…!
ઇન્સ્પેક્ટરે લાંચમાં માગ્યું બોડી-મસાજ…!
ઈન્સ્પેક્ટરનું નામ શશિભૂષણ સિન્હા છે. તે નવહટ્ટા પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી પર હતો. વીડિયો સામે આવ્યા પછી ગુરુવારે જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બિહાર સહરસામાં એક ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં બોડી-મસાજ કરાવતા હોય એવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે અર્ધનગ્ન દેખાય છે અને એક મહિલા તેને માલિશ કરી રહી છે. બીજી મહિલા તેની સામે ખુરશી પર બેઠી છે. ઈન્સપેક્ટર મસાજ કરાવતા કરાવતા કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને મહિલાને મદદનો વિશ્વાસ આપી રહ્યા છે. આ દરમિયાન રુમમાં એક દોરી ઉપર તેનો યુનિફોર્મ પણ લટકતો દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો અંદાજે 2 મહિના પહેલાંનો છે. વીડિયોમાં દેખાતી મહિલા બુકનિયાની દેવકલા દેવી છે. થોડા મહિલા પહેલાં દેવકલા દેવીનો ભાઈ બકુનિયા આવ્યો હતો. ત્યાં તે કોઈ યુવતી સાથે અશ્લીલ સ્થિતિમાં પકડાયો હતો. ત્યારપછી તેના વિરુદ્ધમાં ડરહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જ કેસ પાછો ખેંચાઈ જાય અથવા ભીનું સંકેલાઈ જાય તેવું આ મહિલા ઈચ્છતી હતી. અને તે વિશે જ આજીજી કરવા તે પોલીસ ઈન્સ્પેક્ટરને મળવા આવી હતી. ભાસ્કરે શશિ ભૂષણ સિન્હાનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેમનો પક્ષ પણ જાણી શકાય.

ઈન્સ્પેક્ટર શશિભૂષણ.

પરંતુ ઈન્સપેક્ટરે ફોન રિસીવ કર્યો નહતો.મહિલા કેસ ખતમ કરાવવા માટે વારંવાર પોલીસ સ્ટેશન આવતી હતી. તેથી ઈન્સ્પેક્ટરે તેની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ઈન્સ્પેક્ટર મહિલાને ઘણી વાર તેના ઘે પણ બોલાવતો હતો. ઘરે તે મહિલા પાસે તેલ માલિશ કરાવતો હતો. આ કિસ્સમાં એક કોન્સ્ટેબલની ભૂમિકા પણ શંકાસ્પદ છે.આ સંપૂર્ણ માહિતી ઈન્સ્પેક્ટર શશિભૂષણ સિન્હાના પોલીસ સ્ટેશનમાં કામ કરતાં પોલીસકર્મીએ જ નામ ના આપવાની શરતે જણાવી હતી. તેમણે જણાવ્યું કે, અહીં અપોઈન્ટ થયા પછીથી જ શશિભૂષણે અય્યાશી શરૂ કરી દીધીહતી. તેના કારણે અન્ય પોલીસકર્મીઓ પણ પરેશાન થઈ ગયા હતા.

Read About Weather here

પરંતુ તે પોલીસ ઈન્સ્પેક્ટર હોવાથી કોઈ તેને કશું કહેતા નથી. એ ઉપરાંત તેના પર કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. શક્ય છે કે તેની નોકરી પણ જઈ શકે છે વીડિયો સામે આવ્યા પછી શશિ ભૂષણ સિન્હા કેસની તપાસ કરાવવામાં આવી હતી. તપાસ રિપોર્ટના આધારે તેને તુરંત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વિભાગીય કાર્યવાહીનો પણ આદેશ આપવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલાં એક વિવાદમાં આ પોલીસ ઈન્સ્પેક્ટરે એક કર્મચારીના માથા પર બંદૂક તાણી દીધી હતી. ત્યારપછીથી કોઈ શશિભૂષણને કઈ કહેતું નથી અને તે ખુલ્લેઆમ અય્યાશી કરે છે.એસપી લિપિ સિંહે ડરહાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here