ઇન્ટરનેશનલ મેન્સ ડે: સ્ત્રી બનેલા નાયબ મામલતદાર…!

ઇન્ટરનેશનલ મેન્સ ડે: સ્ત્રી બનેલા નાયબ મામલતદાર…!
ઇન્ટરનેશનલ મેન્સ ડે: સ્ત્રી બનેલા નાયબ મામલતદાર…!

નિલેશ મહેતામાંથી બીજલ મહેતા આજે અનેક ટ્રાન્સવુમન માટે પ્રેરણારૂપ બન્યા છે. પોતાની માફક જેઓ જેન્ડર ડાયસ્ફોરિયા ધરાવે છે, પણ ખૂલીને સામે નથી આવી શકતા તેવા લોકોને તેઓ મેન્ટલી સપોર્ટ પૂરો પાડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

19 નવેમ્બર એટલે કે ઈન્ટરનેશનલ મેન્સ ડે. સમાજ, કુંટુબ, રાષ્ટ્ર માટે પુરુષ દ્વારા અપાયેલા યોગદાનને આજના દિવસે બિરદાવવામાં આવે છે. ત્યારે આજે એવા પુરુષની વાત કરીશું, જે સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી સ્ત્રી બન્યો છે.

તો રાજકોટની ટ્રાન્સવુમન પાયલ રાઠવા ચિત્રકાર, ડાન્સર અને માનવ અધિકાર કાર્યકર્તા તરીકે કામ કરી રહી છેપોરબંદરના રાણાવાવમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિલેશ મહેતા સેક્સ ચેન્જ કરાવી બીજલ મહેતા બની ગયા છે.

પુરુષમાંથી સ્ત્રી બનેલા બીજલ મહેતાએ કહ્યું હતું કે મારી ઓળખ જાહેર કર્યા બાદ હું જ્યારે બહાર નીકળું છે ત્યારે જાણે હું એલિયન હોઉં એ રીતે લોકો ડોકાં કાઢીને જુએ છે. ઘણા લોકો જિજ્ઞાસાથી મને પૂછે છે કે સેક્સ ચેન્જ કરાવ્યા બાદ કેવી ફીલિંગ આવે છે?

બીજલ મહેતાએ કહ્યું હતું કે આજે સમાજમાં અનેક રૂઢિચુસ્ત લોકો છે, જેઓ ટ્રાન્સમેન, ટ્રાન્સવુમન કે ટ્રાન્સજેન્ડરને સ્વીકારતા નથી. જોકે બીજલ મહેતા જેવા જ અનેક લોકો છે, જે તેમને આજે ફોન કરી તેમી મદદ માગી રહ્યા છે.

બીજલ મહેતાએ કહ્યું હતું કે અનેક લોકો છે, જેઓ અંદરને અંદરથી પીડાઈ રહ્યા છે, પરંતુ ખૂલીને પોતાની વાત કોઈને કહી શકતા નથી. મેં મારી ઓળખ જાહેર કરી હોવાથી આવા લોકો મને ફોન કરી પોતાની આપવીતી જણાવી રહ્યા છે.

બીજલ મહેતાએ કહ્યું હતું કે હોર્મોન્સ ઈફેક્ટને કારણે બોડી હેર સોફ્ટ થયા છે, સ્કીન કલરનો ટોન ચેન્જ થયો છે. વાળ, બ્રેસ્ટના ગ્રોથમાં અને સ્વભાવમાં ચેન્જ આવ્યો છે.

પુરુષમાંથી સ્ત્રી બનેલા બીજલ મહેતાએ કહ્યું હતું કે કેટલાક શરીરથી પુરુષ હોય છે, પરંતુ તેનો આત્મા સ્ત્રીનો હોય છે. ત્યારે આ પ્રકારની વ્યકિતને સ્ત્રી કે પુરષ તરીકે

જોવાને બદલે એક સંતાનની દૃષ્ટિ રાખી પરિવારજનો અને લોકોએ વર્તન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે મારી ઓળખ જાહેર કર્યા બાદ અનેક લોકોને મદદ મળી છે.

પોરબંદરના રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા નાનપણથી જ જેન્ડર ડાયસ્ફોરિયા ધરાવતા હતા અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતા હતા,

પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતરિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને એ લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો,

પરંતુ સ્ત્રી હોવા અંગેની અનુભૂતિને લીધે લગ્નજીવન ખરાબ થઈ ગયું હતું અને છૂટાછેડા થયા બાદ તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો, જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી હતી.

સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય કે પુરુષમાંથી સ્ત્રી બનવું હોય તો એની સર્જરીનો ખર્ચ રૂ. 5થી 10 લાખ આવે છે અને આ પ્રકારની સર્જરી દિલ્હીમાં થતી હોવાનું જાણવા મળ્યું છે. જાતિ બદલવા માટે સર્જરી પહેલાં હોર્મોન ટ્રીટમેન્ટ લેવી પડે છે.

હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ તેનો અવાજ બદલાઈ જાય છે. પુરુષમાંથી સ્ત્રી બનવા માટેની હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ પુરુષના ચહેરાનો દેખાવ બદલાવા લાગે છે તેમજ પુરુષની છાતીનો ભાગ સ્ત્રીની છાતી જેવો બદલાવા લાગે છે.

રાજકોટની ટ્રાન્સજેન્ડર વુમન પાયલ રાઠવાએ જણાવ્યું હતું કે હું એક ચિત્રકાર, ભરત નાટ્ટયમની નૃત્યાંગના અને માનવ અધિકાર આયોગની કાર્યકર્તા છું. મારી 14 વર્ષની ઉંમરમાં મને ખબર પડી ગઈ હતી કે હું એક ટ્રાન્સવુમન છું.

પછી મેં મારો પરિવાર છોડ્યો અને રાજકોટની અંદર આવી ઘણી બધી તકલીફો વેઠી છે. તેમ છતાં મેં આ બધી તકલીફોનો સામનો કરતા આજે હું એક સારી ચિત્રકાર અને ડાન્સર છું.

ટ્રાન્સજેન્ડર તરીકેની તકલીફોની વાત કરવામાં આવે તો અમારા સમુદાયને શિક્ષણ મળતું નથી અને વ્યવસાયલક્ષી તકલીફો વધારે પડે છે. અમે સારી જગ્યા પર કામ કરી શકતા નથી. મારી એક જ અપીલ છે

કે ટ્રાન્સજેન્ડર સમુદાયની વુમનને સારી જગ્યાએ આવકાર આપો, સારીએવી કંપનીમાં નોકરી આપો. કોરોનામાં મેં ઘણી બધી તકલીફો વેઠી અને એમાં મેં સેક્સવર્કર મહિલા પણ બની હતી.

Read About Weather here

હું એટલું જ કહીશ કે કોઇપણ વ્યક્તિનું કામ નાનું હોતું નથી, પણ બધી જ વ્યક્તિનું કામ ખૂબ જ અગત્યનું હોય છે.શિક્ષણજગતમાં તેને પ્રોત્સાહન આપો. મેં પુરુષ તરીકે જે સંઘર્ષ ઝીલ્યો એના કરતાં ટ્રાન્સજેન્ડર અંદર મને સહેલાઇ જોવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here