ઇન્ટરનેટ વિશ્ર્વમાં સૌથી મોટું કૌભાંડ: નેટીઝનને 187 અબજનો ચૂનો

ઇન્ટરનેટ વિશ્ર્વમાં સૌથી મોટું કૌભાંડ: નેટીઝનને 187 અબજનો ચૂનો
ઇન્ટરનેટ વિશ્ર્વમાં સૌથી મોટું કૌભાંડ: નેટીઝનને 187 અબજનો ચૂનો
ઈન્ટરનેટનો વપરાશ ખૂબજ વધી ગયો છે. સોશિયલ મીડિયા હોય કે પછી બેંકિગ જેવી સુવિધાઓ જેમાં ઈન્ટરનેટની ખાસ જરૂરીયાત રહે છે. ઈન્ટરનેટના યુગમાં લોકો સતત અપડેટ થઈ રહ્યા છે એની સાથે એક નવા જ ગુનાની દુનિયા પણ અપડેટ થઈ રહી છે. ઈન્ટરનેટના યુગમાં દરરોજ સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે. લોકોને છેતરવા માટે ગુનેગારો સતત નવી નવી યુક્તિઓ અજમાવી રહ્યા છે. જે રીતે વાસ્તવિક દુનિયામાં એવી અનેક ઘટનાઓ આપણા હૃદય અને દિમાગ પર છાપ છોડી જાય છે. એવી જ રીતે સાયબર વર્લ્ડમાં કેટલાક એવા ગુનાઓ થયા છે, જેણે દુનિયાને હચમચાવી દીધી છે. અહીં ઓનલાઈન છેતરપિંડી અને ઈમેલને લગતા આવા જ કેટલાક ગુનાઓની ચર્ચા કરીશું.

Visit Saurashtra Kranti Homepage here

બિઝનેસ ઈમેઈલ સ્કેમ અથવા ઈમેઈલ એકાઉન્ટ કોમ્પ્રોમાઈઝને કારણે વર્ષ 2021માં લોકોને 2.4 બિલિયન ડોલર (આશરે રૂ. 187 બિલિયન) ગુમાવવા પડ્યા છે. આ એક ખૂબજ ખતરનાક પ્રકારનું કૌભાંડ હતું. જેના નિશાના પર બિઝનેસ અને વ્યક્તિગત એકાઉન્ટ બંનેને નિશાન બનાવ્યા હતા. તે એકાઉન્ટમાં જે ફંડ ટ્રાન્સફરમાં વપરાતું હતું તેને સ્કેમર્સ ટાર્ગેટ કરતા હતા.

વર્ષ 2021માં અમેરિકામાં આવા કૌભાંડો સૌથી વધુ થયા હતા. એફબીઆઈના રિપોર્ટ અનુસાર છેલ્લા વર્ષમાં સાયબર ક્રાઈમમાં નોંધપાત્ર વધારો થયો છે. એજન્સી અનુસાર, વર્ષ 2021માં લોકોએ બિઝનેસ અને પર્સનલ ઈમેલ સ્કેમમાં 2.4 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જેમાં 59 ટકા યુએસમાં, 38 ટકા યુકેમાં અને 3 ટકા અન્ય જગ્યાઓ પર થયા છે.

સ્કેમ કરવા માટે હેકર્સ સ્પુફિંગ અથવા વ્યક્તિગત ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી ચૂક્યા છે. હવે છેતરપીંડી કરનારાઓ વર્ચુઅલ મિટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ હેકિંગ માટે કરી રહ્યા છે. આના દ્વારા તેઓ બિઝનેસ લીડર્સની ઓળખ ચોરી કરી લે છે અને ફ્રોડ વાયર્ડ ટ્રાન્સફર કરે છે. આ ફ્રોડેન્ટ વાયર ટ્રાન્સફર્સને તુરંતુ જ ક્રિપ્ટો કરન્સી વોલેટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. જેનાથી રિકવરી થવી મુશ્કેલ થઈ જાય છે.

Read About Weather here

આવો જ બીજો સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડ છે. આ પ્રકારના ઘણા કૌભાંડો પણ સામે આવ્યા છે, જેમાં યુઝર્સને રોકાણ માટે ખોટી માહિતી આપવામાં આવે છે.
આ પ્રકારના કૌભાંડોમાં યુઝર્સને ઓછા રિસ્ક પર વધુ રિટર્નની લાલચ આપીને ફસાવવામાં આવે છે. રિટાયર્ડમેન્ટ, 401ઊં, પોન્ઝી અને પિરામિડ આવા જ પ્રકારના કૌભાંડો છે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here