દીક્ષા મહોત્સવ: 55 નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદ દીક્ષા

દીક્ષા મહોત્સવ: 55 નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદ દીક્ષા
દીક્ષા મહોત્સવ: 55 નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદ દીક્ષા

પૂ. મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં સંત પરંપરાનું દ્વિતીય ચરણ
29 ઈજનેર, 16 સ્નાતક, 6 અનુસ્નાતક અને પરદેશના 6 સહિત
દ્વિ-દિવસીય દીક્ષા સમારોહમાં 109 યુવાનોનો સહર્ષ ત્યાગાશ્રમ સ્વીકાર

વિશ્ર્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરવાના બે તબક્કા પૈકી દ્વિતીય અને અંતિમ ચરણમાં પંચાવન નવયુવાનોએ સંસ્થાની પ્રણાલી અનુસાર ત્રિસ્તરીય સંત પરંપરાના બીજા સ્તરની દીક્ષા એટલે કે પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ તબક્કામાં સાધક તરીકે પ્રારંભિક તાલીમ બાદની આ પાર્ષદ અવસ્થામાં સ્વચ્છતા, સંગીત, પાકવિદ્યા, સાહિત્ય અભ્યાસ વગેરે અનેકવિધ વિભાગના શિક્ષણ સહ નિયત સમયની અવધિ બાદ અંતિમ ચરણમાં ભાગવતી દીક્ષા બાદ પોતાનામાં રહેલ રૂચિ, આવડત અને ક્ષમતા અનુસાર વિશેષ અભ્યાસ કરવાનો રહે છે.

આમ સાધક, પાર્ષદ અને ભાગવતી દીક્ષાના તબક્કાઓમાં સમાજ સેવા, સંસ્કાર સિંચન કરતાં કરતાં પ્રગટ ગુરૂહરિના આદેશાનુસાર એકાંતિક ધર્મ સિદ્ધ કરવાના ઉચ્ચ લક્ષ્યાંક સહ જીવન જીવવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.

6 અનુસ્નાતક, 16 સ્નાતક, 29 ઈજનેર, પરદેશના 6 યુવાનો સાથે માતા-પિતાના એકના એક એવા 20 યુવાનોએ આજે પાર્ષદ દીક્ષા લીધી આમ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયેલા દ્વિ-દિવસીય દીક્ષા સમારોહમાં 108 માળાના મણકા અને એક મેરુ મળી કુલ 109 યુવાનોએ સહર્ષ ત્યાગાશ્રમ સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નવ દીક્ષિત યુવાનોના પૂર્વાશ્રમના માતુઓએ પણ આ પ્રસંગે અહોભાગ્ય માની ધન્યતા અનુભવોની સરવાણી વહાવી હતી તે પૈકી અમુક અનુભવની આયમની આ મુજબ છે. સ્નેહભાઇ સાધકના માતુ બેલાબેન કહે છે કે, બાપા, આપના અમે ઘણાં જ ઋણી છીએ.

આપે અમારા વ્હાલસોયા સ્નેહને આપની ભગવી સેનામાં જોડયા. બાપા હૈયે એવો હરખ થાય છે કે, એક સામાન્ય બાળકને કોઇ ચક્રવર્તી રાજાએ દત્તક લઇ લીધા. અમારા સ્નેહનો હાથ તમારા હાથમાં સોંપતા આનંદ અનુભવાય છે.

ચંદ્રેશભાઇ સાધકના માતુ હંસાબેન કહે છે કે, 20 વર્ષથી પૂજામાં મહાબળવંત માયા તમારી બોલું છું. 15 વર્ષથી અડાજણ મંદિરે ચાલીને મંગળા ભરું છું. મહાપૂજા લખાવું છું. 6 વર્ષથી 3 વાર સહજાનંદના માવલીના પાઠ કરું છું. પૂજામાં પ્રદક્ષિણા કરું છું.

આ દીક્ષા મહોત્સવની સભામાં ગત રોજ રાષ્ટ્રએ આકસ્મિક ઘટનામાં ગુમાવેલ સી.ડી.એસ. બિપીન રાવતના દેહાંત અન્વયે મહંત સ્વામી મહારાજની સુચના અનુસાર રાષ્ટ્ર અને દિવંગત કુટુંબને આપાત સહન કરવાની શક્તિ પ્રદાન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

જેમાં પાંચસોથી વધુ સંતો સહ હરિભક્તો જોડાયા હતા. પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણના વખતથી આપણે સંતો ત્યાગના માર્ગે ચાલીને સમાજ સેવા કરી છે.

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબદી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે. એમને જીવનમાં ત્યાગ, સેવા, ભક્તિ બધુ જ દૃઢ કરેલું અને સમાજને ખુબ અનેક પ્રકારે મદદરૂપ થયા.

Read About Weather here

આજે દીક્ષા લીધી એ બધા સંતો પણ ખૂબ ભણીગણીને સારા પરિવારોમાંથી આવ્યા છે, એ બધાનું જીવન પણ ખૂબ પવિત્ર છે અને સમાજને, દેશને અને આપણી સંસ્કૃતિને એમના દ્વારા આગળ વર્ષો સુધી ખૂબ લાભ થતો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here