ઇંધણ ભાવ વધારાનાં સંસદમાં ઘેરા પડઘા

ઇંધણ ભાવ વધારાનાં સંસદમાં ઘેરા પડઘા
ઇંધણ ભાવ વધારાનાં સંસદમાં ઘેરા પડઘા
સતત વધતા જતા ઇંધણનાં ભાવ અને ફોજદારી કાયદા સુધારા ખરડા જેવા મુદ્દાઓ પર આજે લોકસભામાં તથા રાજ્યસભામાં વિરોધ પક્ષોએ જબરો દેકારો મચાવી દીધો હતો. સવારે સંસદની બેઠક શરૂ થઇ ત્યારેથી વિપક્ષી સભ્યોએ ઇંધણનાં ભાવવધારાનો મુદ્દો ઉઠાવી ભાવવધારો તાત્કાલિક પાછો લેવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમાં નિવેદન કરવા ઉગ્ર માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ફોજદારી કાયદાઓમાં સુધારાનો ખરડો સરકારે લોકસભામાં દાખલ કર્યો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ નવી કાનૂની જોગવાઈઓને રાક્ષસી ગણાવી હતી અને સુચિત નવા કાયદા નાગરિકોનાં પ્રાઈવસી અધિકાર પર તરાપ સમાન ગણાવ્યા હતા.લોકસભામાં વિપક્ષી સભ્યોએ પેટ્રોલ- ડીઝન અને રાંધણગેસનો ભાવવધારો તાકીદે પાછો ખેંચી લેવા જોરદાર માંગણી કરી હતી. રશિયા અને યુક્રેન યુધ્ધને કારણે ભાવ વધી ગયાની સરકારની દલીલ ફગાવી દેતા વિપક્ષી સભ્યોએ ગૃહમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં લીટરદીઠ રૂ.4 જેવો વધારો લાગુ કરાયો છે.

દરમ્યાન ફોજદારી ધારા સુધારા ખરડો- 2022 ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ લોકસભામાં દાખલ કર્યો હતો. કોંગ્રેસનાં સભ્ય અધીર વંજન ચૌધરીએ ખરડાને રાક્ષસી ગણાવ્યો હતો અને નાગરિકોનાં અંગત મામલાનાં અધિકારો પર તરાપ મારવા જેવો ગણાવ્યો હતો. કોંગ્રેસનાં મનીષ તિવારીએ ખરડો ગેરકાનૂની ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ ખરડાની જોગવાઈઓ બંધારણની કલમ-20(3) નું ઉલ્લંઘન કરે છે.

Read About Weather here

કોઈપણ અપરાધીને ખૂદ પોતાની સામે ઝુબાની આપવાની ફરજ પાડી શકાય નહીં. જો કે આ ખરડો 120 વિરુધ્ધ 58 મતોની બહુમતીથી ગૃહમાં દાખલ કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ એવી દલીલ કરી હતી કે, કાયદામાં સુધારાથી આપણી તપાસ એજન્સીઓને વધુ મદદ મળશે અને અપરાધીઓને સજાનાં પ્રમાણમાં પણ વધારો થઇ શકશે. જો કે આ ખરડાની જોગવાઈથી નાગરિકોનાં પ્રાઈવસીનાં અધિકારનું ઉલ્લંઘન થતું હોવાની ચિંતા વિપક્ષી સભ્યોએ વ્યક્ત કરી છે. સરકારીતંત્ર એજન્સીઓ લોકોની અંગત બાબતો પર વધુ બારીકીથી નજર કરશે. એ અંગે વિપક્ષે ચિંતા દર્શાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here