આ વર્ષે જિલ્લાના જળાશયોમાં પાણી સંગ્રહમાં 11.33%ની ઘટ

આ વર્ષે જિલ્લાના જળાશયોમાં પાણી સંગ્રહમાં 11.33%ની ઘટ
આ વર્ષે જિલ્લાના જળાશયોમાં પાણી સંગ્રહમાં 11.33%ની ઘટ
ગત વર્ષે મે માસની મધ્યે તાઉ-તે વાવાજોડાને લીધે સારો એવો વરસાદ વરસી જતા ગત વર્ષે આ સમયે ભાવનગર જિલ્લાના જળાશયોમાં 51.44 ટકા પાણીનો સંગ્રહ થયેલો હતો તે આ વર્ષે હજી ચોમાસાના વરસાદના અભાવે ઘટીને 33.11 ટકા છે. ભાવનગર જિલ્લામાં ગઇ કાલથી હજી ચોમાસાના સત્તાવાર મંડાણ થયા છે પણ હજી ધોધમાર અને સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે પાણીના સંગ્રહમાં 11.33 ટકાની ઘટ છે.

Visit Saurashtra Kranti Homepage here

શેત્રૂંજી ડેમની જ વાત કરીએ તો ગત વર્ષે આ સમયે આ ડેમમાં 27.9 ફૂટ જેટલું પાણી હતું તે આ વખતે 21 ફૂટ થઇ ગયું છે. સમગ્ર જિલ્લાના મુખ્ય 11 જળાશયોમાં આજ સુધીમાં કુલ 153.04 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ જીવંત જળસંગ્રહ ક્ષમતાના 33.11 ટકા થાય છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે હજી ચોમાસાનો ધોધમાર વરસાદ વરસ્યો નથી.જિલ્લામાં પાણીના પ્રશ્ને જીવાદોરી ગણાતા અને સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં ગત વર્ષે મે માસમાં તાઉતે વાવાઝોડાના સમયે વગર ચોમાસે એક સાથે 8 ફૂટ વધી ગઇ હતી અને 28 ફૂટ જેવી થઇ ગઇ હતી.

આ ડેમમાં ગત વર્ષે આ સમયગાળામાં સપાટી 28 ફૂટ હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સપાટીમાં 7 ફૂટથી વધુનો ઘટાડો છે અને સપાટી 21 ફૂટ છે. જો કે હજી તો ચોમાસાનો આરંભ નથી થયો એટલે ચોમાસુ જામશે એટલે સપાટી વધશે.જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 346.68 મિલિયન ઘન મીટર.આજ સુધીમાં પાણીનો કુલ સંગ્રહ 124.28 મિલિયન ઘન મીટર.કુલ જથ્થા પૈકી પાણીનો સંગ્રહ 35.87 ટકા.જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 420.68 મિલિયન ઘન મીટર. ગત 2021ના વર્ષમાં જૂનની 13મી તારીખ સુધીમાં સમગ્ર જિલ્લામાં માત્ર 13 મી.મી. વરસાદ વરસ્યો હતો જેમાં તળાજામાં સૌથી વધુ 65 મી.મી. જેસરમાં 42 મી.મી. વરસાદ વરસ્યો હતો.

Read About Weather here

જ્યારે આ વર્ષે 16 જૂન સુધીમાં ભાવનગર જિ્લલામાં સરેરાશ 11 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે સિહોર અને પાલિતાણામાં વરસાદ હજી સુધી નોંધાયો નથી.આજ સુધીમાં પાણીનો સંગ્રહ 153.04 મિલિયન ઘન મીટર.કુલ જથ્થા પૈકી પાણીનો સંગ્રહ 33.11 ટકા2020માં જૂનના મધ્યે સરેરાશ વરસાદ 121 મી.મી.ના આંકે આંબી ગયો હતો જ્યારે 2019ના વર્ષમાં જિલ્લામાં સરેરાશ વરસાદ 45 મી.મી. થયો હતો. 2020માં સૌથી વધુ વરસાદ ઉમરાળામાં 206 મી.મી. અને ત્યાર બાદ શહેરમાં 199 મી.મી. વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સિહોરમાં 43 મી.મી. વરસ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here