આ મહિલા દિવસમાં 70 થી વધુ વખત ઊલટી કરે છે…!

આ મહિલા દિવસમાં 70 થી વધુ વખત ઊલટી કરે છે...!
આ મહિલા દિવસમાં 70 થી વધુ વખત ઊલટી કરે છે...!
એ ગેસ્ટ્રોપેરસિસ નામની બીમારીથી પીડાય છે, જેમાં અનાજ કે બીજો કોઈ પણ પદાર્થ તેના પેટમાંથી બહુ ધીમે-ધીમે પસાર થાય છે. સતત આવતા ઊબકા અને દુખાવાને કારણે ઇંગ્લેન્ડના બોલ્ટનમાં રહેતી લીએન વિલન મોટા ભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે,

Visit Saurashtra Kranti Homepage here

કારણ કે તે કંઈ પણ ખાય એ પચાવી શકતી નથી. આમ તેનું પેટ સામાન્ય રીતે ખાલી થતું નથી. તે ૨૯ વર્ષની હતી ત્યારે ૨૦૦૮માં તેની બીમારીનું નિદાન થયું હતું.

ઊલટીને ઓછી કરવા માટે ગેસ્ટ્રિક પેસમેકર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તેના ઉપકરણની બેટરી બે વર્ષે સમાપ્ત થઈ ગઈ અને આમ તેની સ્થિતિ પૂર્વવત્ થઈ ગઈ હતી. વળી સર્જરીનો ખર્ચ ૧૦,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૧૦ લાખ રૂપિયા આવે છે.

Read About Weather here

બીમારીને કારણે તેણે પોતાની દીકરીથી પણ દૂર રહેવું પડે છે. તેને આશા છે કે મિત્રો તેમ જ અન્ય લોકોની મદદથી તે સર્જરી માટે પૂરતુ ભંડોળ ભેગું કરશે.સર્જરી માટે એ મહિલાએ લોકો પાસે સહાય માગી અંદાજે ૩૦૦૦ પાઉન્ડ ભેગા પણ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here