આ દ્રશ્યો ભલે સુરતનાં નથી, રાજકોટનાં છે પણ પરિસ્થિતિ એકસરખી, પોલીસ ધ્યાન આપશે? ચોક્કસ

આ દ્રશ્યો ભલે સુરતનાં નથી, રાજકોટનાં છે પણ પરિસ્થિતિ એકસરખી, પોલીસ ધ્યાન આપશે? ચોક્કસ
આ દ્રશ્યો ભલે સુરતનાં નથી, રાજકોટનાં છે પણ પરિસ્થિતિ એકસરખી, પોલીસ ધ્યાન આપશે? ચોક્કસ
રાજકોટ શહેરમાં શાળા અને કોલેજોની આસપાસ, સંકુલોની સામેના માર્ગ પર અને ટ્યુશન ક્લાસોની સામે સતત પડ્યા પાથર્યા રહેતા જુવાનીઓનાં ટોળાને કારણે અહીં અભ્યાસ કરતી દીકરીઓને અસહ્ય પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. અહીં બાઈક પર બેસીને આખો દિવસ અડ્ડો જમાવીને બેસતા આ સમૂહમાં બધા વિદ્યાર્થીઓ હોતા નથી. રોડ સાઈડ રોમિયોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે છાશવારે બહેન-દીકરીઓની મશ્કરીનાં બનાવ બનતા હોય છે. એમનો પીછો કરીને પરેશાન કરવાની અને સંપર્ક કરવાની કોશિશો પણ થતી હોય છે. છાનેખૂણે વિદ્યાર્થીનીઓની ફરિયાદો સાંભળવા મળતી હોય છે પણ શરમ અને ડરને કારણે ફરિયાદ કરવા આગળ આવતી નથી હોતી.જેના કારણે આવારા તત્વોની હિંમત વધી જતી હોય છે. ઘણી વખત આ દીકરીઓને ફરિયાદ ક્યાં કરવી તેનું જ્ઞાન પણ હોતું નથી અને મનમાં મુંજાયા કરતી હોય છે. જેના કારણે સુરત જેવી ઘટના બની જતી હોય છે. હમણાં સુરતમાં પોલીસ કમિશનરે ક્ધયાઓનાં અને ખાસ કરીને અભ્યાસ કરવા જતી દીકરીઓનાં રક્ષણનાં સંદર્ભમાં ખૂબ આવકાર દાયક પગલું લીધું છે.

Read About Weather here

શાળા- કોલેજનાં બિલ્ડીંગ અને ટ્યુશન ક્લાસની સામે કામ વિના બેસવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. તો રાજકોટનાં વાલીઓને પણ આશા છે કે, આપણે ત્યાં ઉપરનાં દ્રશ્યોમાં જોવા મળે છે તેમ શાળા- કોલેજો અને ટ્યુશન ક્લાસની સામે અડીંગો જમાવીને બેસનારા સામે સુરત જેવા પગલા જરૂર લેવાશે. રાજકોટમાં પણ આવા સ્થળો પર કારણ વગરની ભીડ જમા થતી દેખાતી હોય છે તેનો આવારા તત્વો અને અભ્યાસ સાથે જેને કોઈ સ્નાન સુતક ન હોય એવા તત્વો ગેરલાભ ઉઠાવતા હોય છે. એટલે રાજકોટમાં પણ સુરત જેવા પગલા લેવાનો સમય હવે પાકી ગયો છે. શું વાલીઓની માંગ પૂરી થશે ખરી?(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here