આ દેશના લોકો સૌથી ઓછી હાઈટ ધરાવે છે…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
દુનિયામાં એક એવો દેશ છે જેના લોકો સૌથી ઓછી હાઇટ ધરાવે છે. શારીરિક દેખાવ મજબૂત પરંતુ મહિલા અને પુરુષોની સરેરાશ ઉંચાઇ વધતી નથી. દરેક દેશને પોતાની એક ખાસિયત હોય છે. ચહેરા અને કદ કાઠી પરથી દેશવાસીઓ ઓળખાઇ જાય છે. આગવું કલ્ચર અને રીતરિવાજો પણ ઓળખ બની જાય છે. આ દેશનું નામ ઇસ્ટીતિમોર એટલે કે ટિમોરે લેસ્ટ છે જે એક સમયે ઇન્ડોનેશિયાનો એક ભાગ ગણાતો હતો પરંતુ વિદ્વોહ કરીને છુટો પડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

28 નવેમ્બર 1975માં જાતે જ સ્વતંત્ર થઇ ગયો પરંતુ ઇન્ડોનેશિયાએ નિયંત્રણ છોડયું ન હતું. છેવટે 20 મે 2002માં ઇસ્ટીતિમોરને સ્વતંત્ર દેશ તરીકે યુએન દ્વ્રારા માન્યતા આપવામાં આવી હતી. આ દેશ ઓસ્ટ્રેલિયાના ડાર્વિનથી 640 કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલો છે.કોલોનિયલકાળમાં પોર્ટુગીઝોનું શાસન રહયું હતું. તેનું કુલ ક્ષેત્રફળ 15410 વર્ગ કિમી છે જયારે વસ્તી  13 લાખ જેટલી છે. એક અંગ્રેજી વેબસાઇટમાં પ્રકાશિત માહિતી મુજબ અહીંના પુરુષોની સરેરાશ હાઇટ 159.79 સેમી છે જયારે મહિલાઓમાં 151.15થી સેમીથી વધુ ઉંચાઇ ભાગ્યે જ જોવા મળે છે.

Read About Weather here

લંબાઇ ઓછી હોવા માટે વેધર નહી પરંતુ જીન્સ જવાબદાર છે. નિષ્ણાતોનું માનવું છે. જેનેટિકસ કારણથી હાઇટ ઓછી હોવાથી તેમાં કોઇ જ ફેરફાર થઇ શકે નહી, જો કે તેમ છતા શરીરનો બાંધો મજબૂત અને સારુ આરોગ્ય ધરાવે છે. નવાઇની વાત તો એ છે કે 1886માં ઇસ્ટીતિમોરના લોકોની ઉંચાઇ હાલમાં જોવા મળે છે તેટલી પણ ન હતી.દુનિયામાં ઇન્ડોનેશિયા,કંબોડિયા,વિયેતનામ સહિતના અનેક દેશોના લોકોની હાઇટ ઓછી જોવા મળે છે પરંતુ  આવા લોકોનું પ્રમાણ પૂર્વી  તિમોરમાં સૌથી વધારે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here