શારજાહથી ત્રણ જૂદા-જૂદા તસ્કરો સોનું લઈને આવ્યા હતા. તેમાંથી 2ને એરપોર્ટ પર જ પકડીને સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જયપુર એરપોર્ટ પર DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)એ મંગળવારે 1 કિલો સોનું જપ્ત કર્યું છે. ત્રીજો સોનાના ચાર બોલ ગળી ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમે તેના પેટમાંથી સોનુ કાઢ્યું હતું.20 એપ્રિલે શારજાહથી ત્રણ યુવક જયપુર પહોંચ્યા હતા. ત્રણેય એક જ ફ્લાઈટથી જયપુર પહોંચ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
શંકા જતા જયપુર એરપોર્ટ પર DRIએ ત્રણ શંકાસ્પદોને પકડ્યા હતા. તેમનું ચેકિંગ કર્યું, આ દરમિયાન એક મુસાફર પાસેથી દોઢ લાખ વિદેશ સિગારેટ મળી આવી. તેની કિંમત 17 લાખ રુપિયા હતી. બીજા મુસાફર પાસેથી 10 કિલો ઈરાની કેસર જપ્ત કરવામાં આવ, તેની કિંમત સાડા 12 લાખ રુપિયા હતી. બંને તસ્કરોની વધુ તપાસ કરવામાં આવી તો પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માંથી બે-બે કેપ્સૂલ નીકાળવામાં આવી. તેમાં 390 અને 372 ગ્રામ સોનુ હતુ.
Read About Weather here
તેની કિંમત આશરે 40 લાખ રુપિયા છે.DRIએ જ્યારે ત્રીજા આરોપીને ચેક કર્યો તો તેની પાસેથી કઈ જ ન મળ્યું. ત્યાર બાદ મેજિસ્ટ્રેટ પાસેથી એક્સરેની પરવાનગી લીધા બાદ તસ્કરનો એક્સરે કરવામાં આવ્યો. તસ્કરના પેટમાં ચાર બોલ જોવા મળ્યા હતા. તેનું વજન 58-58 ગ્રામ છે. જે કુલ 232 ગ્રામના હતા. અત્યાર સુધી ઓપરેશનમાં DRIએ ત્રણેય તસ્કરો પાસેથી 55 લાખનું એક કિલો ગોલ્ડ જપ્ત કરી ચૂકી છે. ત્યાર બાદ તસ્કરને તાત્કાલીક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો, જ્યાં ચાર દિવસ બાદ આરોપીના શરીરમાંથી ચાર બોલ કાઢવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here