આ તસવીરો જોઇને કોણ કહે છે કે, રાજકોટ સ્વચ્છ છે?!

આ તસવીરો જોઇને કોણ કહે છે કે, રાજકોટ સ્વચ્છ છે?!
આ તસવીરો જોઇને કોણ કહે છે કે, રાજકોટ સ્વચ્છ છે?!

આશા રાખીએ કે આવતા આ વર્ષે ટોપ ટેનમાં નહીં રાજકોટ શહેરનો પ્રથમ ક્રમ આવે

વર્ષ 2020ની જાહેર થયેલ સ્વચ્છતા યાદીમાં પ્રથમ ક્રમે સુરત અને ત્યારબાદ બીજા ક્રમે રાજકોટનો નંબર આવ્યો હતો. પરંતુ ગત વર્ષે કંઈ શરતચૂકને કારણે આપણે સ્વચ્છ શહેર તરીકેનું બહુમાન ગુમાવ્યું છે. ‘સ્વચ્છ રાજકોટ સુંદર રાજકોટ’ અભિયાનની શરૂ તો ઘણાખરા પુરજોશથી થયેલ હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2022 અભિયાનની સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ શહેરીજનોની કામગીરીના વખાણો તો ખુબ જ થઈ રહ્યા હોય તેવું આપણે જોતા હોય છીએ તેમજ મનપાના અધિકારો દ્વારા તમામ વોર્ડમાં આવેલા ન્યુસન્સ પોઈન્ટ દુર પણ કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તદ્દઉપરાંત વધુમાં શહેરના તમામ વોર્ડની વોર્ડ ઓફીસ કે પછી આરોગ્ય કેન્દ્રની દિવલો પર ‘સ્વચ્છ રાજકોટ સુંદર રાજકોટ’ જેવી ઉક્તિઓ જોવા મળે છે. તેમજ આરોગ્ય કેન્દ્રની દીવાલો પર પણ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ જેવી ઉક્તિઓ માત્રને માત્ર વાંચવા તેમજ જોવા પુરતી જ સાબિત થયેલ છે.મનપા દ્વારા શહેરીજનો કોઈ મુશ્કેલી ન પડે તે માટે રોજ મનપાની ટીપરવાન ઘરેઘરે જઈને કચરો એકત્રિત કરવામાં આવે છે. તેમજ શહેરીજનોને લીલો તેમજ સુકો કચરો નાખવા માટે ઘરે કચરાપેટી પણ આપવામાં આવેલ છે. તેની સાથોસાથ તમામ વોર્ડમાં કોઈને કોઈ જગ્યા જાહેરમાં પણ લીલો તેમજ સુકો કચરો નાખવા માટેની કચરાપેટી મુકવામાં આવી છે.

તેમ છતાં પણ શહેરના અમુક વોર્ડમાં હજુ પણ કચરોનો ઢગલો જોવા મળી રહ્યો છે. તો પછી આટઆટલી સુવિધા હોવા હોવા છતાં કચરાનો પ્રશ્ર્ન હજુ ત્યાંનો ત્યાં જ છે! જો ટીપરવાન દરરોજ સમયસર કચરાનો નિકાલ કરવા માટે આવે તો પ્રશ્ર્ન એ થાય કે આટલી ગંદકી કેમ ફેલાવાનું કારણ શું હોય શકે? અને જો ગંદકી ફેલાય છે તો તેનો યોગ્ય નિકાલ કરવામાં કેમ આવતો નથી? તેમજ જો વોર્ડમાં સીસીટીવી કેમેરા છે તો કચરો ફેલાવનારની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી? અને જો મનપા દ્વારા કોઇપણ જાતની ચૂક રહતી હોય તો તેના પણ શું કામ કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી તેવી લોક ચર્ચા થઈ રહી છે.

જો આ કચરાનો પ્રશ્ર્ન આવી જ રીતે રહ્યો તો લોકોએ ધણીખરી બિમારીઓનો સામનો કરવો પડશે. ત્યારે બીજીબાજુ જોવા જઇએ તો મહાનગરમાં મૌસમી રોગચાળો વકરતો જોવા મળી રહ્યો છે. સિવિલ અને ખાનગી દવાખાનાઓમાં વાયરલ બિમારીઓનો શિકાર બની ગયેલા દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.જો ટુંક સમયમાં યોગ્ય નિકાલ નહીં થાય તો મનપાની સાથોસાથ આરોગ્ય તંત્રને પણ ધણીખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેવી ચર્ચા થઇ રહી છે.

Read About Weather here

મનપાના પદાધિકારીઓએ કોર્પોરેટરોને સૂચના આપવી જોઈએ કે, વોર્ડમાં મિટિંગ કરી લોકોને સ્વચ્છતા અંગે સમજ આપવી જોઈએ તેમજ વોર્ડમાં મીટીંગ કરી તેના અહેવાલ માંગવો જોઈએ. તદ્દઉપરાંત શહેરીજનોએ પણ પૂરેપૂરી નિષ્ઠા સાથે પોતાના વિસ્તારને પોતાનું બીજું ઘર સમજીને સાફ નાખવા પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે માત્રને માત્ર મનપાના અથાગ પ્રયત્નોથી આ કામને પુરવાર કરવું થોડું મુશ્કેલ બની શકે છે પરંતુ તો મનપાની સાથે મળીને શહેરીજનો પણ આ પ્રશ્ર્ન ઉકેલવામાં મદદરૂપ થાય તો આ પ્રશ્ર્નનો યોગ્ય તેમજ સચોટ રીતે નકલ કરી શકાય છે. રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવું હોય તો નક્કર આયોજન કરવું જ પડે. બધા લોકોની ફરજ છે કે મનપા તંત્રને પૂરતો સહયોગ આપવો જોઈએ. (13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here