આવાસ યોજનાની મોટીમોટી જાહેરાતો કરતા ભાજપના નેતાઓ ગ્રાન્ટ આપવામાં કયાં છૂપાઇ જાય છે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સરકારે ફલેટ ધારકોને હપ્તામાં રાહત આપવી જોઇએ: સાગઠીયા, દાઉદાણી

રાજકોટ મહાનગરપાલિકામાં આવતી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આજ દિવસ સુધી ગુજરાત સરકારે ફાળવેલ નથી જેના અનુસંધાને મહા

Visit Saurashtra Kranti Homepage here

ગરપાલિકાના ચૂંટાયેલા 72 કોર્પોરેટરોએ પોતપોતાના વિસ્તારોમાં જનભાગીદારીની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો છેલ્લા 9 માસથી અટકી પડ્યા છે.ભાજપની અંદરોઅંદરની લડાઈમાં રાજકોટની જનતાને નુકશાન થઇ રહ્યું છે

કોર્પોરેટરોને 80:20ની ગ્રાન્ટમાં જે વિકાસ કામો થાય તે કોર્પોરેટરોને ફાળવવામાં આવેલ ગ્રાન્ટો સંપૂર્ણ વાપરે તો ફક્ત 20% જ રાજકોટના કામો થાય તેવું છે તો મહાનગરપાલિકાને મુખ્યમંત્રીશ્રીએ જેમ બને

તેમ જલ્દી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારીની ગ્રાન્ટ મહાનગરપાલિકાને ફાળવવી જોઈએ અને જો સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહી આવે તો લોકોને સાથે રાખી વિરોધપક્ષ સરકારસામે ગાંધીચિંધ્યા રાહે આંદોલન કરશે તેવું વશરામભાઈ સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે.

સાગઠીયાએ આવાસ યોજનાની ગ્રાન્ટ બાબતે વધુમાં જણાવ્યું છે કે રાજકોટમાં નવનિર્માણ પામનારી આવાસ યોજનાઓમાં મવડી વિસ્તાર-વાવડી વિસ્તાર અને રૈયા વિસ્તારમાં આકાર પામી રહેલ આવાસયોજનાઓ માં સરકારે ત્રણ તબક્કે ગ્રાન્ટ ફાળવવાની હોય છે

પરંતુ આ યોજનાઓમાં સરકારએ ફક્ત 40% ગ્રાન્ટ એટલે કે પ્રથમ હપ્તો જ ચૂકવેલ છે અને બાકીના 40 % અને 20% આમ કુલ મળીને 60% રકમ બીજો હપ્તો અને ત્રીજો હપ્તો હજુ સુધી મળેલ નથી જેના લીધે રાજકોટના લોકોને બમણો માર પડી રહ્યો છે

એક તરફ આવાસ યોજનાના બેંક હપ્તાઓ ચડી રહ્યા છે અને બીજી તરફ મકાનના ભાડા ભરી રહ્યા છે જયારે હાલમાં બેરોજગારી, મંદી અને મોંઘવારીનો માર સામે જજુમી રહેલા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિ બિહામણી થઇ છે

Read About Weather here

જેના પગલે સરકારે હપ્તામાં ફ્લેટ ધારકોને હપ્તામાં રાહત આપવી જોઈએ અથવા વ્યાજની રકમ સરકાર દ્વારા ભરવામાં આવે તેવી માંગ કરતા પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here