આવતીકાલે રાજપૂત ગીરાસદાર સમાજનો જાજરમાન સમૂહ લગ્નોત્સવ

આવતીકાલે રાજપૂત ગીરાસદાર સમાજનો જાજરમાન સમૂહ લગ્નોત્સવ
આવતીકાલે રાજપૂત ગીરાસદાર સમાજનો જાજરમાન સમૂહ લગ્નોત્સવ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આવતીકાલે રાજપૂત ગીરાસદાર સમાજનો જાજરમાન સમૂહ લગ્નોત્સવ

13 નવદંપતિ યુગલો પ્રભુતામાં પગલા માંડશે: પી.ટી. જાડેજા, આશાપુરા ફાર્મ, શીતલપાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આવતીકાલ તા.11 ને શનિવારના રોજ 16મો રાજપૂત ગીરાસદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમૂહ લગ્નમાં કુલ 13 નવદંપતિ યુગલો શાસ્ત્રોકત વિધિથી પ્રભુતાના પગલા પાડશે. આવતીકાલે બપોરના 2 કલાકે વર-ક્ધયાનું આગમન થશે. 3:30 કલાકે એન.કે. જાડેજા ક્ધયા છાત્રાલય, 150 ફુટ રીંગ રોડથી વરયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. 5 કલાકે લગ્ન સ્થળ પર આગમન થશે. પી.ટી. જાડેજા, આશાપુરા ફાર્મ, શીતલપાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે જયાં દરેક નવદંપતિ પોતાના લગ્ન મંડપમાં પધરામણી કરશે. ત્યારબાદ શાસ્ત્રી સુનિલભાઈ દ્વારા શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી કરાવવવામાં આવશે. સાંજે ગૌધુલીક સમય 6:10 કલાકે હસ્તમેળાપ થશે. ત્યારબાદ નવદંપતિ અને તેમના માતા-પિતાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પી.ટી. જાડેજા (હડમતીયા જં.) ચેરમેન, કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) વાઈસ ચેરમેન, કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) ક્ધવીનર, હિતુભા ઝાલા (કોઠારીયા જડેશ્ર્વર) સહક્ધવીનર, પથુભા જાડેજા (ખોખરી) – સહક્ધવીનર, નિર્મળસિંહ ઝાલા (નેકનામ) સહક્ધવીનર, કનકસિંહ ઝાલા (બલાળા) સહક્ધવીનર, અક્ષિતસિંહ જાડેજા (હડમતીયા જં.), મહિપતસિંહ પરમાર (ટીકર), અશોકસિંહ જાડેજા (ધુલીયા દોમળા), પી.વી. જાડેજા (માણેકવાડા), નરેન્દ્રસિંહ જાડેજા (હડમતીયા જં.), ચંપકસિંહ જાડેજા (વડાળી), સુખદેવસિંહ જાડેજા (મકકાજી મેઘપર), રાજભા વાળા (હરીયાસણ), હિતેન્દ્રસિંહ ઝાલા (ઈંગોરાળા), મજબુતસિંહ જાડેજા (પડવલા, કોટડા સાંગાણી), વી. પી. જાડેજા (પડધરી), જયદેવસિંહ ઝાલા (જેતપુર), હેમંતસિંહ જાડેજા (ઉપલેટા), વિક્રમસિંહ જાડેજા (ધોરાજી), જયપાલસિંહ સરવૈયા (લોધીકા), ઓમદેવસિંહ જાડેજા (ગોંડલ), જયપાલસિંહ ઝાલા (રતનપર), કૃષ્ણકુમારસિંહ જાડેજા (ભાયાવદર), મહિલા સંઘના જયશ્રીબા પી. જાડેજા, હિનાબા ગોહીલ, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ભાવનાબા જાડેજા, મીનલબા જાડેજા, પૂર્ણાબા ગોહીલ ગૃહમાતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમૂહ લગ્નના આજીવન દાતા તરીકે સ્વ. સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા તથા પરિવાર, જુની કલાવડી દ્વારા અનુદાન આપવામાં આવેલ છે. આ ઉપરાંત અનેક રાજપૂત સમાજના રાજકોટ જિલ્લા અને શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા પણ આ સમૂહ લગ્નમાં ખૂબ મોટા પ્રમાણમાં યોગદાન આપવામાં આવેલ છે. નૌતમસિંહ જાડેજા અને પાર્ટી દ્વારા આ કાર્યક્રમમાં લગ્ન ગીતો પીરસવામાં આવશે. દરેક ક્ધયાઓને 50 ઉપરાંતની ભેટ-સોગાદ ક્ધયાદાન રૂપે આપવામાં આવશે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તરફથી સાંજના દરેક નવદંપતિના સગા-સંબંધીઓ તથા ઉપસ્થિત મહેમાનોને જમવાની વ્યવસ્થા સ્થળ પર રાખવામાં આવેલ છે. પી.ટી. જાડેજા દ્વારા પાર્ટી પ્લોટ આશાપુરા ફાર્મ હરવખતની જેમ ફ્રી ઓફ આપવામાં આવેલ છે.આ સમૂહ લગ્નમાં અગ્રણી દાતાઓમાં રાજકોટ શહેર પોલીસ કોન્સ્ટેબલો તથા એ.એસ.આઈ., પરાક્રમસિંહ જાડેજા – જયોતિ સી.એન.સી., મયુરધ્વજસિંહ એમ. જાડેજા (પડાણા) જે.એમ.જે. ગ્રુપ, મયુરસિંહ બી. ઝાલા – સિધ્ધિવિનાયક મોટર, હરીશચંદ્રસિંહ (હસુભા) જાડેજા (ઘંટેશ્ર્વર), ૠષીરાજસિંહ નિલેશસિંહ ઝાલા (વણા) હોટર આર.આર.ઈન, કિશોરસિંહ જાડેજા (રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ), સ્વ. પી. પી. જાડેજા – પ્રદ્યુમન ગ્રુપ નાનામવા, પ્રવિણસિંહ કનુભા વાઘેલા (ભાડેર) ફાઈન ટ્રેડ ફોર્મ ઈન્ડસ્ટ્રીઝ, દિગ્વીજયસિંહ જાડેજા – હોટલ સૈયાજી, વિરેન્દ્રસિંહ ઝાલા – ઉપાધ્યક્ષ રાજકોટ ભાજપ શહેર, ક્રિપાલસિંહ જાડેજા (વાગુદડ) રોઝર મોટર્સ, રાજભા સજુભા જાડેજા હોટલ – રીટ્રીક (ઘંટેશ્ર્વર), મહિપતસિંહ નટુભા ચુડાસમા હોટલ જયસન, મનોહરસિંહ (બબાભાઈ) રમુભા ઝાલા- રોજાસર, સહદેવસિંહ ડી. ઝાલા (પર્વમેટલ), સહદેવસિંહ વાઘેલા-દેવ બિલ્ડર્સ, ધર્મેન્દ્રસિંહ દાજીભી જાડેજા (દેદકદડ), સ્વ. પ્રવિણસિંહ જાડેજા (ઈંટાળા) પી.સી.સી., રાજદિપસિંહ એમ. જાડેજા (વાવડી કોઠારીયા) વગેરે દ્વારા નવદંપતિને આર્શીવાદ રૂપે અનુદાન આપેલ છે.

Read About Weather here

અગ્રણી દાતાઓ, ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ, દરેક સંસ્થાના હોદે્દારો તથા રાજપૂત સમાજના અને મહિલા સંઘના હોદેદારો ઉપસ્થિત રહી આર્શીવાદ આપશે. રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનોને આ સમૂહ લગ્નમાં પધારવા માટે રાજપૂત સમૂહ લગન સમિતિ વતી આમંત્રણ પાઠવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here