આવતીકાલે રક્ષાબંધન: ભાઇ-બહેનની પ્રીતનું અનેરૂં પર્વ

આવતીકાલે રક્ષાબંધન: ભાઇ-બહેનની પ્રીતનું અનેરૂં પર્વ
આવતીકાલે રક્ષાબંધન: ભાઇ-બહેનની પ્રીતનું અનેરૂં પર્વ

ભાઇની રક્ષા માટે બહેન રાખડી બાંધશે


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કાલે રવિવારે કરવામાં આવશે. બહેન પોતાના ભાઇને રાખડી બાંધીને ભગવાનને પ્રાર્થના કરીને તેમની રક્ષા માટે આશીર્વાદ આપશે. રક્ષાબંધન પર્વમાં ભુદેવો દ્વારા જનોઇ બદલવામાં આવે છે

Visit Saurashtra Kranti Homepage here

જે અંતર્ગત આજે અનેક જગ્યાએ ભુદેવો દ્વારા જનોઇ બદલવામાં આવી હતી. જયારે અમુક જગ્યાએ કાલે જનોઇ બદલવાની વિધી કરાશેરક્ષાબંધન એટલે પ્રેમબંધન આ દિને બહેનો ભાઇના હાથે લાગણી સાથે રાખડી બાંધે છે

અને સાથોસાથ ભાઇના હૃદયને સ્નેહથી સાધે છે. ભાઇ બહેનનું મિલન એટલે સ્નેહ, સંયમ અને સાહસનો સુભગ સંગમ. ભાઇને રક્ષા બાંધતા પહેલા ભગિની તેના મસ્તક ઉપર કુમ કુમ તિલક કરે છે.

આ માત્ર ભાઇના મસ્તકની પૂજા નથી પરંતુ ભાઇના વિચારો અને વિવેક પરના વિશ્ર્વાસનું દર્શન છે. બહેનના હાથે ભાઇના લલાટે કરાયેલુ તિલક ભાઇને ત્રિલોચન બનવાનું સૂચન કરે છે.

ત્રીજી આંખ એ કામ દહનનું પ્રતિક છે. જગતની તમામ નારી જાતિ તરફ કામ દ્રષ્ટિથી ન જોતા ભગિની ભાવથી જોવાનું નિર્દેશ કરે છેભાઇનું જીવન અક્ષત રહે, શુભ ધવલ રહે તેવી ભાવના તેની બહેન રાખે છે.

ભાઇને ચાંલ્લો કર્યા પછી તેની આરતી ઉતારવામાં આવે છે. આરતીનો પ્રકાશ, ભાઇના જીવન પથને સદા સર્વદા પ્રકાશિત કરતો રહે. એની સૌરભ જીવનને સુગંધિત બનાવે એવું તેનું તાત્પર્ય છે.

પવિત્રતા જ સુખ શાંતિ અને સમૃધ્ધિની જનની છે. આમ રક્ષાબંધન એ પવિત્ર બનવાનો, બનાવવાનો પાવક સંદેશ અર્પતો પરમ પુનિત પ્રભાવક પર્વ છે. રક્ષા બંધનને નાળીયેરી પુનમ તરીકે ઓળખવામાં આવે છે.

નસાગર સર્વ તીર્થોનીથ સાગરના દર્શનમાં સવ તીર્થોના દર્શન થાય છે.આ સુનહરા દિવસે સાગર પુત્રો, કર્મવીર વ્યાપારીઓ પોતાના જાનમાલની રક્ષા કાજે વરસાદ

Read About Weather here

પછીની શાંતિ હોઇ સાગર ખેડવાની શરૂઆત કરતા પહેલા શ્રધ્ધાથી સમુદ્રમાં શ્રીફળ પધરાવી વરૂણ દેવનું વહાલથી પૂજન કરે છે. આ પર્વને બળેવ પણ કહેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here