આલેલે… ધારાસભ્ય રૈયાણીનો કાંકરો કાઢી નાખ્યો!?

આલેલે… ધારાસભ્ય રૈયાણીનો કાંકરો કાઢી નાખ્યો!?
આલેલે… ધારાસભ્ય રૈયાણીનો કાંકરો કાઢી નાખ્યો!?

બન્ને જૂથ સરખે ભાગે ગોળ ભાંગી મીઠા મોઢા કરી લેતાં વિવાદ બહાર આવતો ન હતો! હવે ત્રીજા જૂથની એન્ટ્રી થતાં ત્રીજા ભાગે ગોળ વહેંચાશે કે પછી

બન્ને જૂથ સરખે ભાગે ગોળ ભાંગીને મીઠા મોઢા કરી લેતા વિવાદ બહાર આવતો ન હતો. ક્યારેક સામાન્ય બાબતે વિવાદ થાય તો ગોળ ખાઈ મામલો થાળે પડી જતો. સત્તા પરિવર્તન પછી રાજકોટ ભાજપમાં જુથવાદ લાવાની જેમ લબકારા મારી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષોથી સરખે ભાગે ગોળ ખાઈ મીઠી મધુર વાતો હવે કડવી બની ગઈ હોય તેમ આમંત્રિત પત્રિકામાં નામનો ઉલ્લેખ ન કરી ગોળના ગાંગડા સામ સામે ફેંકવાની સ્પર્ધા ચાલી રહી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

મહાનગરપાલિકાના વોર્ડ નં.9માં નવ નિર્મિત કોમ્યુનીટી હોલની નામકરણ અનાવરણ વિધી કાર્યક્રમ માટે છપાયેલ આમંત્રણકાર્ડમાં રાજકોટ વિધાનસભા 68-ના ધારાસભ્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી અરવિંદ

રૈયાણીના નામનો ઉલ્લેખ નથી! તેમજ ભાવનગરના પ્રભારી કશ્યપ શુક્લનું પણ નામ નથી! ત્યારે બીજી બાજુ જોવા જઇએ તો આમંત્રણ કાર્ડમાં આગેવાનોના નામ છે. ભાજપના એક જુથે બુદ્ધિપૂર્વક આમંત્રિત પત્રિકામાં નામ ન છાપી ખેલ પાડી દીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સત્તા પરિવર્તન પછી ત્રીજા જૂથની એન્ટ્રી થતા વર્ષોથી સરખે ભાગે ગોળ ખાઈ રાજનીતિ કરવામાં સફળ રહેલ બન્ને જૂથમાં ભૂકંપ આવ્યો હોય તેમ સમસમી ગયું છે! રાજકરણમાં સમય ક્યારે કોને ખુરશી પર બેસાડી દે,

ક્યારે ખુરશી પરથી હેઠા બેસાડી દે તે નક્કી ન હોય તેમ બન્ને જૂથના કેટલાક પાક્કા નેતાઓ સમયને પારખી ત્રીજા જૂથમાં ધીમે-ધીમે પગ માંડી રહ્યા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી બન્ને જૂથના નેતાઓ સરખે ભાગે ગોળ ખાઈ રાજનીતિ કરવામાં સફળ રહ્યા છે ત્યારે ત્રીજા જૂથની એન્ટ્રી થતા હવે ત્રણેય જૂથ સરખે ભાગે ગોળ વહેંચશે કે પછી બન્ને જૂથને ગોળની સુગંધ લઇ ગોળ ખાધાનો સંતોષ માનવો

Read About Weather here

પડશે તે આવનારા દિવસોમાં ખબર પડશે તેમ જાણકારો કહી રહ્યા છે. આમંત્રણ કાર્ડમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ ન છાપી કાંકરો કાઢી નાખ્યાની ચર્ચાએ જોર પકડયું છે.(1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here