આર્યન ખાન આજે જેલમાંથી બહાર આવશે…!

આર્યન ખાન આજે જેલમાંથી બહાર આવશે…!
આર્યન ખાન આજે જેલમાંથી બહાર આવશે…!

આર્યન બપોરથી જ પોતાનો સામાન લઈને જેલરની ઓફિસમાં બેઠો હતો. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરુખનો દીકરો આજે, 30 ઓક્ટોબરના રોજ આર્થર રોડ જેલમાંથી બહાર આવશે. ગઈકાલ, 29 ઓક્ટોબરે આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર સાંજે સાડાપાંચ સુધી જેલ અધિકારી પાસે આવ્યો નહોતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે સાંજે છ વાગે પણ રિલીઝ ઓર્ડર ના આવતાં તે ઉદાસ થઈને બેરકમાં જતો રહ્યો હતો.

મુંબઈનો ટ્રાફિક, સેશન્સ કોર્ટની કાર્યવાહી તથા હાઇકોર્ટમાંથી ઓપરેટિવ જજમેન્ટ મોડો આવવાને કારણે આર્યન ખાનને આજે જેલમાંથી બહાર આવી શક્યો નહીં. બોમ્બે હાઇકોર્ટમાં બપોરે અંદાજે 3.30 વાગે આ જજમેન્ટ હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું હતું.

નિયમ પ્રમાણે, આ ઓર્ડરની સર્ટિફાઇડ કોપી લઈને સ્પેશિયલ NDPS કોર્ટ જવાનું હતું. આમાં પણ સમય લાગ્યો હતો.

અંદાજે સાડાચાર વાગે જુહી ચાવલા જામીનદાર બનીને સેશન્સ કોર્ટ આવી હતી અને ત્યાર બાદ કાર્યવાહીમાં એક કલાકનો સમય થયો હતો. જુહી સાંજે છ વાગે સેશન્સ કોર્ટમાંથી બહાર આવી હતી.

આ દરમિયાન આર્યનની સિક્યોરિટી બોન્ડ ભરવામાં આવ્યું હતું અને અન્ય સરકારી પેપર પર વકીલની સહી લેવામાં આવી હતી. આ બધામાં મોડું થયું હતું.

હાઇકોર્ટે આર્યન ખાન માટે પાંચ પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો હતો. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ સેશન્સ કોર્ટ જઈને આર્યન માટે બેલ બોન્ડ ભર્યું હતું.

Read About Weather here

ત્યાર બાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે બેલ ઓર્ડર લઈને આર્થર રોડ જેવા નીકળ્યા હતા.કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here