આર્થિક સંકટ…!

આર્થિક સંકટ…!
આર્થિક સંકટ…!
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી હાર્ડવેર, એફ.એમ.સી.જી. ઓટોમોબાઈલ-એન્જિનિયરિંગ અને હીરાનો વેપાર શ્રીલંકા સાથે થાય છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા સાથેના સૌરાષ્ટ્રના વેપાર પર અસર જોવા મળી રહી છે.અંદાજિત 20 દિવસથી શ્રીલંકા સાથેનો સૌરાષ્ટ્રનો સીધો વેપાર અટકી ગયો છે. હાલમાં અંદાજિત રૂ.200 કરોડના નાણાં ફસાયા હોવાનું નિકાસકારો,વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે.રાજકોટમાં બનતા ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગના સાધનો જે બને છે તે શ્રીલંકા જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

નાણાકીય વ્યવહારો અટકી ગયા છે. માલ મોકલી શકાતો નથી. વેપાર રાબેતા મુજબ થવાનું કોઇ અનુમાન અત્યારે લગાવી ન શકાય. પરિસ્થિતિ કાબૂમાં આવે કે થાળે પડે પછી આગળનો નિર્ણય લઈ શકાશે તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યો જણાવે છે.રાજકોટમાં હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝના 2 હજારથી વધુ કારખાના છે. ફર્નિચર ફિટિંગ્સને લગતી પ્રોડક્ટ ત્યાં એક્સપોર્ટ થાય છે. એક અનુમાન મુજબ રૂ.100 કરોડના નાણાં ફસાઈ ગયા છે. તેમ હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ભંડેરી જણાવે છે.ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌરાષ્ટ્રનો હિસ્સો સામાન્ય છે.

Read About Weather here

સૌથી વધુ વેપાર સાઉથમાં જોવા મળે છે. ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ અસર તેલના ભાવવધારાની છે. તેલના ભાવવધારાથી અસર વેચાણ- ખરીદી પર જોવા મળી રહી છે. તેમ ઉદ્યોગપતિ બિપીનભાઈ હદવાણી જણાવે છે.શ્રીલંકા સાથે સૌરાષ્ટ્રનો સરેરાશ વાર્ષિક વેપાર રૂ.500 કરોડ ગણી શકાય છે. નાના વેપારીઓ પર તેની અસર જોવા મળે છે.જે શ્રીલંકાના વેપાર સાથે સંકળાયેલા છે એમના જણાવ્યાનુસાર પરિસ્થિતિ થાળે પડ્યા બાદ વેપાર રાબેતા મુજબ થવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here