આયોજન મંડળ એટીવિટીના કામોનું મનરેગા યોજના સાથે કનવર્જન બંધ રાખવા માંગ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

જસદણ તાલુકા સરપંચ એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત


જસદણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ અનેક કામો થકી સ્થાનિક મજૂરો કારીગરોને રોજગારી મળી રહે છે તેમ છતાં આયોજન મંડળ એટીવિટીના યોજના હેઠળ મંજૂર કરવામાં આવતા કામોનું મનરેગા યોજના સાથેના ક્ધવર્ઝન કરવાના નિર્ણયનો જસદણ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા સખત વિરોધ કરી તેની અમલવારીને તાત્કાલિક રદ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

જસદણ તાલુકાના કાનપરનાં સરપંચ સરલાબેન મગનભાઈ ઊંજીયા, જસાપરનાં સરપંચ મનસુખભાઈ પી. ડામશીયા, સાણથલીનાં સરપંચ શિલ્પાબેન હસમુખભાઈ ધડુક, આટકોટનાં સરપંચ લીલાબેન દેવશીભાઇ ખોખરીયા, વેરાવળ (ભા)નાં સરપંચ દુધીબેન ધીરુભાઈ કોબીયા, ઝુંડાળાનાં સરપંચ રમાબેન પદમાણી સહિતનાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ આયોજન વિભાગ દ્વારા વર્ષ 2020-21 ના આયોજન અને એટીવીટીની વિવિધ જોગવાઇઓના કામો મંજૂર થયા

Visit Saurashtra Kranti Homepage here

બાદ પાછળથી યોજનાકીય કામોનું મનરેગા યોજના સાથે ક્ધવર્ઝન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી બે થી ત્રણ માસમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીઓને ધ્યાને લઇને કામોની આચાર સહિતાના કારણે વિલંબ થવાનો ભય છે. જોગવાઇની વિસંગતતાઓને કારણે સમયસર કામ નહીં થાય અને વિકાસ અટકી પડશે.

મનરેગા યોજનામાં ક્ધવર્ઝન થવાને કારણે કુશળ અને અને અન કુશળ કામદારો તહેવારો ને કારણે મળી નહી શકવાથી કામો શરૂ થવામાં વિલંબ થશે અને સમયસર કામ પૂર્ણ થશે નહીં. આયોજન એટીવીટીના કામો માટે ગ્રામ પંચાયતોએ સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવાના રહે છે.

જ્યારે મનરેગા યોજનાના કામોના નીતિ નિયમો અલગ છે જેથી મુશ્કેલી ઊભી થશે આયોજન એટીવીટી ના કામોના અંદાજો અમઇ દ્વારા તૈયાર કરવાના થાય અને કમ્પલિશન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આપવાનું થાય છે. જ્યારે મનરેગા યોજનાના અંદાજો કમ્પલિશન શર્ટી સહિતના પ્રશ્ર્ને વિસંગતતા ઊભી થશે.

આયોજન એટિવિટી સહિતની યોજનાઓના કામોનું ક્ધવર્ઝન થવાને કારણે બંને યોજનાઓના અંદાજો અલગ અલગ બનાવવા પડશે જેથી અંદાજો, ટીએસ, વહીવટી મંજૂરી સહિતની પ્રક્રિયા વિલંબમાં થશે અને ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીની આચારસંહિતા પહેલા કામો કરવા મુશ્કેલ થશે. યોજનાકીય કામોનું બે વિભાગ દ્વારા મોનિટરિંગ કરવાથી વિસંગતતા ઊભી થશે અને વહીવટી પ્રક્રિયાઓ અલગ અલગ હોવાના કારણે સમયસર કામોના બિલો મળશે નહીં

Read About Weather here

ક્ધવર્ઝન કરવાથી બાંધકામના જે કુશળ અને અને અનકુશળ કામદારો બહારગામના હોઈ શકે જ્યારે મનરેગા યોજનામાં બહારગામના કારીગરનો ઉપયોગ અમલીકરણમાં અસુવિધા ઉભી કરશે. મનરેગા યોજનામાં કામ કરવા માટેનો દૈનિક સમય નિશ્ચિત છે અને ગામના શ્રમિકો દ્વારા જ કરવામાં આવે છે. ક્ધવર્ઝનનાં નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માગણી જસદણ તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here