આપણી માનવતા

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

આપણા અંદર રહેલી માણસાઈ કુદરતનાં નિષ્ઠુર કાયદા કરતા પણ જુદા સ્તરે પહોંચી ગઈ છે. કુદરતના કાયદામાં જે ખડતલ છે તેને જ જીવવાનો અધિકાર છે. અને નબળાંને લુપ્ત થઇ જવાનું છે. જેવી રીતે મજબુત ભેંસોનાં ટોળાની વચ્ચે સિંહ એકલો ફસાઈ જાય તો તે નબળો પડી જાય છે અને ભેંસોનાં શિંગડા ખઈ-ખઈને મૃત્યુ પામે છે. આપણે માણસો આ હકીકત સ્વીકારતા તૈયાર નથી.

પણ દસ-બાર દિવસ પછી પણ તે મજબુત ના થયું ને ધણ વીક થઇ ગયું. એટલે એ કૂતરીએ તેને પાસે બોલાવવાનું ને દૂધ પીવડાવવાનું બંધ કરી દીધું. આમ, તે બચ્ચું મરવાના આરે આવી ગયું. એટલે તેને છોડી દીધું. આમ, પણ સોસાયટીનાં માનવલોકોએ આ વાત સ્વીકારી નહીં અને બધા પાડોશીઓ તેને બચાવવા વેટરનરી ડોક્ટર પાસે તેની સારવાર કરાવી, પોષક ખોરાક આપ્યો અને ચાર દિવસોમાં જ તે ગલુડીયામાં સુધારો જણાયો, પછી ફરી તે નબળું ને વીક થઇ ગયું અને થોડાક જ દિવસોમાં તે મૃત્યુ પામ્યું.

Visit Saurashtra Kranti Homepage here

હવે આપણે કોરોન ની આફત પર વાત કરીએ તો જગતનાં બધા માનવ ધનવાનો, શિક્ષિતને આગળ પડતા લોકો, સુધરેલા દેશોએ કોરોનાની આફત શરૂ થઇ ત્યારે જ નક્કી કર્યું હતું કે એનાથી બચવા માટે વેક્સિનની શોધવીપડશે. ગરીબ દેશો પાસે બુધ્ધિધન નથી. પ્રયોગશાળાઓ નથી અને નાણા પણ નથી એટલે જે વિકસિત દેશો છે તે વેક્સિન શોધી ગરીબ દેશોને દાન કરશે

અને બધા લોકો વેક્સિન લઇ કોરોનાને વિદાય આપશે. આ વાત સરસને મજાની છે. પરંતુ ખરેખર કોરોનાની રસી આપવાની શરૂઆત થયા પછી પુરવાર થયું કે આપણે બધા માનવો ડાહી વાતો તો કરીએ છે. પરંતુ તેને કરવાનો આવે તો નફો અને નુકશાન વિચાર્યા વગર નથી રહેતા.

કોરોન ની આ આફત સો વર્ષમાં એકવાર આવવાની વિરાટ આપતી છે. આપણે બધા જ શિક્ષિતને બુધ્ધિશાળી છીએ અને જાણીએ છે કે કોરોનાનો નાશ કરવો હશે તો આપણે જગતમાં 70% નાગરિકોને વેક્સિન આપી આ રોગ સામે સલામત રાખવા પડશે.

આ સિતેર ટકા નાગરિક પણ જગતમાં સરખા ભાગે વહેંચાયેલા હોવા જોઈએ. એક આખો દેશ વેક્સિન લઇ કોરોના પ્રુફ બની જાય અને બીજા દેશ વેક્સિન વગર રહી જાય તો ત્યાં કોરોના રહી જશે. આમ જગતમાં એક પણ વિસ્તાર કોરોના વેક્સિન વગર રહી જાય તો બધા કર્યા કરવ્યા પર પાણી ફરી જવાનું.

આમ, આ છે આપણી કોરોના વૈશ્વિક માનવતાની વાસ્તવિક તસ્વીર. તેમાંથી અમેરિકા, બ્રિટન ને કેનેડા પાસે પૂરત પ્રમાણમાં વેક્સિન છે ને ત્યાંની  સિતેર ટકા વસ્તીને અપાઈ ગઈ છે. ભારત પાસે પચાસ ટકા નાગરિકોને પહોંચી છે. જયારે આફ્રિકા જેવા ઘણા ગરીબ દેશો તો વેક્સિનનું મોઢું પણ જોયું નથી.

Read About Weather here

આમ, માનવ સ્વાર્થી બનીને આખા જગતને કોરોના મુક્ત બનાવવાની સમજણ પણ નથી. જગતનાં બધા દેશો એવા દિવાસ્વપ્નમાં રાંચે છે કે આપણે આપણા દેશને કોરોનાથી મુક્ત કરી સરહદો સીલ કરી દઈશું. તો કોરોનાથી બચી જઈશું પણ કુદરત તો નિષ્ઠુર છે. તેને માણસોની જેમ કોઈ લાગવગ કે આંટીઘૂંટી નથી ચલાવતી. ખરુંને મિત્રો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here