આને કહેવાય પ્રેમ…!

આને કહેવાય પ્રેમ...!
આને કહેવાય પ્રેમ...!
આવા જ ઠાઠમાઠ સાથે ડીસાના પઢિયાર પરિવારમાં દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા, જેમાં વરરાજો જાનમાં લાલ મોટરમાં ગુલાબી ગજરો લઇને નહીં, પરંતુ હેલિકોપ્ટર લઇને આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

લગ્નમાં લક્ઝુરિયસ ગાડીઓમાં આવતી જાન તો સૌએ જોઈ હશે, પરંતુ હવે ધીરે ધીરે હેલિકોપ્ટરમાં જાન લઈને આવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.ડીસાના પઢિયાર પરિવારની દીકરીની જીદ પૂરી કરવા માટે રાજસ્થાનના આબુ રોડ વિસ્તામાંથી વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઇને ડીસા આવ્યો હતો.

હેલિકોપ્ટરમાં જાન આવતા જોવા માટે આજુબાજુના વિસ્તારોના લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.રાજસ્થાનના આબુ રોડ ખાતે રહેતા માલી સમાજના પરિવારે શાહી લગ્ન કર્યા છે.

રાજસ્થાનના માળી પરિવારનો સુરેન્દ્ર રાઠોડ આજે પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતાં આજુબાજુના લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

ડીસાની યુવતી હની પઢિયારની જીદ હતી કે તેનો થનારો પતિ લગ્ન કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ આવે. ત્યારે સુરેન્દ્ર રાઠોડ તેની ફિયાન્સી હનીની જીદ પૂરી કરવા માટે 20 લાખનો ખર્ચો કરી હેલિકોપ્ટર ભાડે કરી જાન લઇ ડીસા આવ્યો હતો, જેનું લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે જૂનમાં સૌરાષ્ટ્રના નાનાએવા ગામમાં પણ એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને પરણવા આવ્યો હતો. એટલું જ નહીં, જાન આવતાંની સાથે વરરાજા પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો

Read About Weather here

અને એને લેવા માટે લક્ઝુરિયસ કારનો કાફલો પણ હતો.દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં હેલિકોપ્ટરમાં લગ્નની જાન આવી પહોંચતાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા માટે ઊમટી પડ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here