આનંદીબેનની સરકારને પાડનારા રાજ્યમાં ‘ નારી ગૌરવ દિન ’ ની ઉજવણી-ચાવડા

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર આકાર પ્રહારો કરી આક્ષેપો કર્યા હતા કે, રાજ્યમાં આનંદીબેનની સરકારને પાડનારા રાજ્યમાં ‘ નારી ગૌરવ દિન ’ ની ઉજવણી કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં સરકારની અણધન વહીવટને કારણે આશરે ૨ લાખથી વધુના લોકોના મોત થયા છે. ગુજરાતમાં બેટી બચાવો, ‘બેટી પઢાવો’ ના નારા લગાવી જાહેરાતો પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. રાજ્યમાં બહેન-દીકરીઓ સલામત નથી મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા વધારવી જોઈએ. ૫૦% મહિલા ઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે. આંગણવાડી વર્કરો-હેલ્પરો, સહીત વિવિધ શેત્રોમાં કામ કરતી બહેનોને પુરતો પગાર મળવો જોઈએ વર્ષોથી નોકરીમાં કાયમી કરવાનો પ્રશ્ન આજદિન સુધી ઉકેલાયો નથી.

Subscribe Saurashtra Kranti here

બહેનોને નોકરીમાં પુરતું વેતન અને કાયમી કરાય તો મહિલાઓનું સન્માન ગણાય. ગુજરાતની બહેનો મુંગા મોઢે સહન કરી રહી છે. છતા રાજકીય ઉત્સવોમાં રહેતી આ સરકારને બહેનોની પીડા દુર કરવામાં જરાપણ રસ નથી. આવા મહામારીના કપરા સમયમાં પણ સ્વપ્રસીધ્ધિમાટે રાજકીય તાયફાઓ યોજીને પ્રજાને ગુમરાહ કરી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજન માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા હતા. ઓક્સિજન, બેડ અને વેન્ટીલેટર પૂરતા પ્રમાણમાં ન હતા. ઓક્સીજનની તંગીને લઈને અનેક લોકોના મોત થયા છતા સરકાર એવું કહે છે, કે ઓક્સીજનથી કોઈના મોત થયા નથી! ‘નારી સુરક્ષાના નામે’ પ્રજાને ભોળવવાના આ રાજકીય ખેલને ખુલ્લો પાડવા વિપક્ષ આવા પ્રજાહિતના મુદે સતત લડત આપશે તેમ જાહેર કર્યું હતું.

Read About Weather here

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે, સરકાર સબ સલામત હોવાના જુઠાણાઓ ફેલાવીને લોકોને ગુમરાહ કરી રહી છે. રાજકોટ-જામનગર જેવા સૌરાષ્ટ્રના શહેરોમાં બહેનો પર બળાત્કાર, લૂંટ, હત્યાના બનાવો બન્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના જુઠાણાઓનો પર્દાફાશ કરતો રહેશે તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here